દ્વારકાના આંગણે રૂડો અવસર; જગદગુરુ શંકરાચાર્યની 65મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ

પૂજ્યપાદ દ્વારકાશારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યજી મહારાજની 65મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ભારે હર્ષોલ્લાસ સાથે વિવિધ આયોજનોમાં સવારમાં 6 કલાકે વિદ્રાન બ્રાહ્મણો દ્વારા ચાર વેદોનો ઉદઘોષ કરવામાં આવશે. 

દ્વારકાના આંગણે રૂડો અવસર; જગદગુરુ શંકરાચાર્યની 65મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ

ઝી બ્યુરો/અમદાવાદ: અનંત શ્રી વિભુષિત પશ્ચિમાનામનાય દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના ચાલી રહેલા ચાતુર્માસસ્ય વ્રતાનુંષ્ઠાન દરમિયાન શ્રી શારદાપીઠ દ્વારકામાં પૂજ્યપાદ જગદગુરુ શંકરાચાર્યજી મહારાજની 65મી જન્મજયંતિની ઉજવણી કરાશે. ભારે હર્ષોલ્લાસ સાથે વિવિધ આયોજનોમાં સવારમાં 6 કલાકે વિદ્રાન બ્રાહ્મણો દ્વારા ચાર વેદોનો ઉદઘોષ કરવામાં આવશે. 

સવારે 8 વાગ્યાથી પૂજ્ય મહારાજ દ્વારા ભગવાન દ્વારકાધીશજી અને મહારાજ શ્રી આદ્ય શંકરાચાર્યજી સહિતના દેવોની પૂજા કરવામાં આવશે. સવારે 8:30 વાગ્યે પૂજ્ય મહારાજ દ્વારા ભગવાન ચંદ્રમૌલીશ્વરની વિશેષ પૂજા થશે. સવારે 10 વાગ્યાથી પૂજ્ય મહારાજના દર્શન અને પૂજનનો અવસર પ્રાપ્ત થશે. સવારે 11 વાગ્યે પૂજય મહારાજના પાવન સાંનિધ્યમાં શ્રી શારદાપીઠ ગુરૂગાદી પર ભગવાન દ્વારકાધીશજીની ધ્વજાનું અને પાદિકા પૂજન થશે. 

સાંજે 4 વાગે સનાતન સેવા મંડળના વિશાળ પંડાળમાં પૂજ્યપાદ જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજનું સ્વાગત વંદન અને અભિનંદન સમારાહો થશે. જેમાં તમામ ભક્તો અને શિષ્યો પૂજ્ય મહારાજના મુખથી શુભાશિષ અને આશીર્વાદ પ્રાપ્ત કરશે.  આ વિશેષ સમારોહમાં હાજર રહેલા દેશ અને વિદેશના મહાનુંભાવોનોનું સ્વાગત થશે. આ સાથે સાધુ સંતો અને મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ દ્વારા દ્રારકા નગરના તમામ સમાજ અને સામાજિક સંસ્થાના પ્રતિનિધી દ્વારા સ્વાગત સત્કાર અને પૂજ્ય મહારાજનું અભિનંદન સત્કાર થશે. 

પૂજ્ય મહારાજના આશીર્વચન અને સમારોહમાં હાજર તમામ મહાનુંભવો માટે ભોજન પ્રસાદનું આયોજન બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ, સાંસદ રાજ્યસભા ગુજરાત અને જન્મોત્સવના અન્ય વ્યવસ્થાના યજમાન પબુભા વિરમભા માણેક - ધારસભ્ય ઓખામંડળ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગને ભ્યાતિભ્ય બનાવવા માટે શંકરાચાર્ટ મઠોના તમામ ગુરૂઓ હાજર રહેવાના છે. ગુજરાતના અન્ય શહેરોમાં પણ મહારાજનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news