બે સંતાનના પિતાએ MPની યુવતી સાથે ત્રીજા લગ્ન કરવા સંપર્ક કર્યો, પત્નીને ખબર પડતા ભાંડો ફૂટ્યો
શહેરના વસ્ત્રાપુરમાં લગ્ને લગ્ને ફુવારા પતિનો પત્નીએ જ ભાંડો ફોડ્યો. પત્નીએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કર્યા હોવાનો પતિ પર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. 21 વર્ષના લગ્ન જીવનમાં આવ્યો નવો વળાક. કોણ છે એ બોગસ પતિ કે જેને અનેક યુવતીઓને ફસાવી છે પ્રેમજાળની માયાજાળમાં જોઈએ આ અહેવલમાં.
ઉદય રંજન, અમદાવાદઃ લગ્ને લગ્ને કુવારા એવી કહેવત તો સાભળવા મળી છે પણ હવે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં નોંધાયો છે. જેમાં પત્નીએ પતિ પર ત્રણ લગ્ન કર્યાના આક્ષેપની સાથે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને 21 વર્ષ પહેલા પોતાની સાથે લગ્ન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાપુરમાં રહેતા રાધાબહેન થાનકીએ પતિ રાજેશ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે 14.12.1999 ના રોજ રાજેશે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેની સાથે લગ્ન કર્યા હતા. 21 વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે.
ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો રાજેશ અન્ય યુવતી સાથે પણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એમપીની ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો હતો. આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી. રાધાબહેને તપાસ કરી તો પતિના બીજા બે લગ્નનો પણ ભાંડો ફૂટ્યો હતો. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ બે નેતા પ્રમુખ બનવાની રેસમાં
પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે રાજેશ લગ્નના બે ત્રણ વર્ષ બાદ સતત ઘરની બહાર રહેતો હતો. ટ્રાન્સપોર્ટના વેપારના નામે તે અન્ય યુવતી સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાધા બહેને કરેલી તપાસમાં પતિ રાજેશના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું છે. સાથે પ્રિયંકા રાહુલ દવે નામના ડોક્યુમેન્ટ મળ્યા છે. જે આધારે પોલીસ તપાસ કરી રહી છે.. રાધાબહેને આ બાબતે પૂછતાં લિકર પરમિશનનું લાયસન્સ મેળવવા માટે આ ડોક્યુમેન્ટ તેની પાસે હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પરંતુ ગરિમા નામની એક યુવતીના ફોન કોલે પતિનો અસલી ચહેરો સામે આવ્યો છે.
હાલ પોલીસ તમામ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. જેમાં આરોપી ઔરંગા બાદ તરફ ભાગ્યો હોવાની પોલીસે શંકા રાખી તે બાબતે તપાસ શરૂ કરી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube