ચેતન પટેલ, સુરત: ચાઇનાના સરકારી અખબાર ગ્લોબલ્સ ટાઈમ્સ જણાવ્યું હતુ કે ભારતના લોકો ક્યારે પણ ચીનની વસ્તુઓ નહિ ખરીદે એ બની શકે નહીં અને આ વાતને ગુજરાતના વેપારીઓએ ચેલેન્જ તરીકે સ્વીકાર્યા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા સરકાર 3000 વસ્તુઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે, તેમાંથી 500 વસ્તુઓની લિસ્ટ ટ્રેડર્સ દ્વારા સરકારને આપી દેવામાં આવ્યા છે. અને માંગ કરવામાં આવી છે કે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા વધારે ટેક્સ લગાડવામાં આવે. સાથે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત પ્રાંતના વેપારીઓ એ જણાવ્યું છે કે ગુજરાત કરોડો વેપારીઓ ચાઇનાની વસ્તુઓ નો વેપાર ખોરવી કાઢશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વંચો:- સુરતમાં ડાયમંડ ઉદ્યોગને બંધ રાખવા યોજાઈ બેઠક, મનપા કમિશનર સહિતના અગ્રણીઓ હાજર


એક તરફ સરહદ પર ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કાયરતા ભરેલો હુમલો કરવાને લઈને ગુજરાતના બજારમાં પણ રોષ છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સાથે જોડાયેલા તમામ વેપારીઓએ ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે અને આવા ઉત્પાદનોનો બહિષ્કાર વધુ તીવ્ર કરવામાં આવ્યો છે. સાથે આવનાર દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરી ચાઇનાની વસ્તુઓનું બહિષ્કાર કરવાનો જણાવ્યું છે.


આ પણ વંચો:- મંત્રી કુમાર કાનાણીના ઘરમાં કોરોના પહોંચ્યો, જયંતિ રવિએ લીધી સુરતની મુલાકાત


કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત રાજ્યના વેપારીઓ એ જણાવ્યું છે કે 2021 સુધી ચાઇના ની વસ્તુઓ વેચાણ ન કરી 1 લાખ કરોડનું નુકશાન પહોંચાડવામાં આવશે.ચીનથી આવેલા કોરોના રોગચાળા સામે લડતા બજારમાં ચીની સૈનિકો દ્વારા તાજેતરના હુમલાને લઈને આક્રોશ તીવ્ર બન્યો છે. આ અંગે વેપારીઓમાં રોષ છે. ત્યારે આવા માલ સામાનની યાદી અન્ય વેપારીઓ અને ખરીદદારોને મોકલીને, તેઓ તેને ન ખરીદવા અથવા ન વેચવાની અપીલ કરી રહ્યા છે. આ અંગે કેન્દ્ર સરકાર પાસે ચાઇના ની વસ્તુઓ ની લિસ્ટ પણ મોકલી આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube