સુરતમાં ડાયમંડ ઉદ્યોગને બંધ રાખવા યોજાઈ બેઠક, મનપા કમિશનર સહિતના અગ્રણીઓ હાજર

સુરત ડાયમંડ એસોસિયેશન ઓફિસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત મહાનગર પાલિકા કમિશનર પહોંચ્યા હતા. એક સપ્તાહ સુધી હીરા ઉદ્યોગ બંધ રાખવા અંગે ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મનપા કમિશનર, ડાયમંડ ઓસો. પ્રમુખ સહિતના અગ્રણીઓ તેમજ હીરા ઉદ્યોગના મોટા સાહસિકો હાડર રહ્યાં હતા.

સુરતમાં ડાયમંડ ઉદ્યોગને બંધ રાખવા યોજાઈ બેઠક, મનપા કમિશનર સહિતના અગ્રણીઓ હાજર

ચેતન પટેલ, સુરત: સુરત ડાયમંડ એસોસિયેશન ઓફિસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત મહાનગર પાલિકા કમિશનર પહોંચ્યા હતા. એક સપ્તાહ સુધી હીરા ઉદ્યોગ બંધ રાખવા અંગે ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મનપા કમિશનર, ડાયમંડ ઓસો. પ્રમુખ સહિતના અગ્રણીઓ તેમજ હીરા ઉદ્યોગના મોટા સાહસિકો હાડર રહ્યાં હતા.

સુરતના ડાયમંડ એસોસિયેશની મિટિંગ પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય તેવું આયોજન કરાયું છે. નવી ગાઇડલાઇન અમલમાં કરાઈ છે. કેઈ રીતે ફેલાઇ રહ્યો છે કોરોના તે પણ જાણ્યું. 10 દિવસમાં રત્નકલાકારોના કેસ વધ્યા એટલે મિટિંગ કરવામાં આવી હતી. કોઇપણ ડાયમંડ યુનિટમાં એક કેસ આવશે તો તે સેક્શન બંધ કરાશે. જો 3 કેસ આવશે તો આખી કંપની બંધ કરાશે.

હીરા બજાર અને મીની બજારના સેલ્ફ વોલ્ટ શની રવિ બંધ રહેશે. એક સાથે 4ને જ એન્ટ્રી આપવામાં આવશે. એસી બંધ રાખવાનું રહેશે. કેન્ટીન સંપૂર્ણ બંધ રહેશે. દરરોજ સવાર અને બપોર એ બે પાળી ચલાવવામાં કહ્યું છે. હીરાના પેકેટની આપ લે ટેક્નોલોજી ઓપ્શનથી થશે. ઇમ્યુનિટિ બુસ્ટીગ એટેલ કે, ઉકાળો, ગરમ પાણી અને આયુર્વેદિક દવા કંપની આપશે. ત્રણે બજાર શનિ, રવિ બંધ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news