સુરત કોવિડ સેન્ટરમાં આરોપીઓની મનમાની... સિગરેટ પીતા પીતા લુડો ગેમ રમતા દેખાયા
આ વીડિયો વાઈરલ થતા સિવિલના સ્ટાફ અને પોલીસ સામે સવાલો ઉભા થયા છે. કે તેઓ કેવી રીતે કોવિડ સેન્ટરમાં ધૂમ્રપાન કરતા લોકોને ચલાવી શકે છે. તો સાથે જ આરોપી સાથે આવેલા પોલીસ કર્મચારીઓ શું કરતા હતા
ચેતન પટેલ/સુરત :સુરત કોવિડ કેર સેન્ટર (surat covid center) નો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં 2 કેદી સિગારેટ પીતા અને ગેમ રમતા દેખાઈ રહ્યાં છે. સુરતની નવી સિવિલની જૂના બિલ્ડિંગનો આ વીડિયો (viral video) છે. જેમાં 2 કેદીઓ પાસે મોબાઈલ દેખાઈ રહ્યો છે. સાથે જ તેઓ હોસ્પિટલના બિછાને બેસીને ધૂમ્રપાન કરતા દેખાઈ રહ્યાં છે. ત્યારે સવાલ તે ઉભો થાય કે કેદીઓ પાસે ફોન ક્યાંથી આવ્યો. અને કોવિડ કેર સેન્ટરમાં કઈ રીતે ખુલ્લેઆમ ધૂમ્રપાન કરી શકાય. સુરતમાં કોવિડ કેર સેન્ટરની મોટી બેદરકારી સામે આવી છે.
ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ...
વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે. જો તે દરમિયાન કોરોનાના લક્ષણો જણાય તો જે તે કેદીઓને નવી સિવિલ હોસ્પિટલમાં ઊભો કરાયેલો વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. જોકે સિવિલ હોસ્પિટલના વધુ એક વીડિયોએ વિવાદ સર્જ્યો છે. જેમાં આરોપી સિગારેટ નો કસ અને ગેમ રમતા નજરે પડે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવેલા આરોપીઓ સિગરેટના કસ મારતા અને મોબાઈલ ફોનમાં ગેમ રમતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. જ્યાં કોરોના દર્દીઓની સારવાર થતી હોય છે ત્યાં આરોપીઓ બેડ પર અને ઉભા થઈ સિગરેટના કસ મારતા નજરે પડી રહ્યા છે. આ બંન્ને આરોપી છે કે જેમની પોલીસે ધરપકડ કરી છે. ગુનાહિત પ્રકરણમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવાતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા દ્વારા કોરોનાનો રિપોર્ટ કરવામાં આવે છે. જો કોઈ આરોપીમાં કોરોનાના લક્ષણો દેખાતા હોય તો તેમને સિવિલમાં દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવે છે. આરોપીઓ પાસે સિગરેટ અને મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યા તેને લઈને સિવિલ સ્ટાફ અને પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે. કારણ કે આ આરોપીઓ પૈકી એક આરોપીને હથકડી પણ બાંધવામાં આવેલી છે.
કોઈ નવું ઘર ખરીદવા તૈયાર નથી, કોરોનાએ બિલ્ડરોને રાતોરાત રડતા કરી દીધા
આ વીડિયો વાઈરલ થતા સિવિલના સ્ટાફ અને પોલીસ સામે સવાલો ઉભા થયા છે. કે તેઓ કેવી રીતે કોવિડ સેન્ટરમાં ધૂમ્રપાન કરતા લોકોને ચલાવી શકે છે. તો સાથે જ આરોપી સાથે આવેલા પોલીસ કર્મચારીઓ શું કરતા હતા. આરોપી પાસે ફોન કેવી રીતે આવ્યો તે સવાલ પણ ઉભો થયો છે. આવામાં પોલીસની કામગીરી પર સવાલો પેદા થાય તેવો આ કિસ્સો છે. વાઈરલ વીડિયોમાં હજી સુધી આ આરોપીઓ ક્યાં પોલીસ સ્ટેશનના છે એ જાણી શકાયું નથી. જ્યારે વીડિયો શુક્રવારની મોડી સાંજનો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
વીડિયો વાયરલ થતા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ રાગીની બહેને જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પોલીસને પણ આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. સાથે બોર્ડમાં હાજર સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે.
રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, ગુનેગારો સામે હવે પાસાનું શસ્ત્ર અપનાવાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર