રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, ગુનેગારો સામે હવે પાસાનું શસ્ત્ર અપનાવાશે

ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે

રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, ગુનેગારો સામે હવે પાસાનું શસ્ત્ર અપનાવાશે

ઝી મીડિયા/બ્યૂરો :હવે ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગુજરાતમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવા નિર્ધાર કર્યો છે. પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે. હવે જુગારની પ્રવૃત્તિ કરવી, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધિરનાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતિય સતામણી કરવી જેવા ગુના કરનાર તત્વો સામે પાસાનું શસ્ત્ર રાજ્ય સરકાર અપનાવશે. 

ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ... 

અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનેગારો સામે સખ્તાઈથી કામ લેવા પાસાના કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી મંત્રીમંડળની આગામી બેઠકમાં કરશે. જે અંતર્ગત જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે. આઈટી એક્ટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે. જાતિય ગુનાઓ સંદર્ભે ‘પોકસો’ના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે. 

પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે ‘પાસા’ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવાનો અડગ નિર્ધાર કર્યો છે. 

પત્નીની હત્યાને આત્મહત્યામાં ખપાવવું ભારે પડ્યું પતિને, 8 વર્ષના બાળકે ખોલી પોલ

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા 1958થી પાસા અમલી છે. આ પાસાના કાયદામાં હાલની જે જોગવાઇઓ છે તે મુજબ IPC તથા આર્મ્સ એકટ હેઠળના ગૂનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા  અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.  

બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગુનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે. તેમજ જાતિય સતામણીના ગુનાઓ પણ વધ્યા છે, ત્યારે આ ગુનાઓ ડામવામાં ‘પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર બનશે. પાસા એકટની જોગવાઇઓમાં મહત્વના સુધારાઓ થવાના છે. તેમજ ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઈટી અધિનિયમ, 2000 અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવામાં આવી છે. 

જુગારની પ્રવૃત્તિ સંદર્ભે પાસા એકટમાં એવી જોગવાઇ હતી કે સજા થયાના ત્રણ વર્ષમાં વ્યકિત ફરી ગૂનો આચરે તો પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે રાજ્યમાં જુગારની બદીને સખ્તાથી ડામી દેવા તેમજ જુગારની પ્રવૃત્તિને કારણે કુટુંબો-પરિવારોની આર્થિક બરબાદી થતી અટકાવવા હવે આ જોગવાઇઓમાં પણ સુધારા કરવાનું નક્કી કરાયું છે. હવે પાસાને વધુ કડક બનાવીને આ ત્રણ વર્ષમાં સજાની જોગવાઇ રદ કરી હવે ગમે ત્યારે ગુનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે.

આ ઉપરાંત આ પાસા કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે, તેમાં નાણા ધિરધાર સંબંધી ગુનો કરનારની વ્યાખ્યા કરતા ગુજરાત નાણાની ધિરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–9 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઇમાં સમાવેશ કરાયો છે. રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષિત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે 

આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news