Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના ચડોતર ગામના બે દીકરાઓએ પોતાના પિતાની હયાતીમાં તેમની પ્રતિમા બનાવી છે. પોતાના ખેતરમાં આવેલ નિવાસ સ્થાને વિયેતનામના ખાસ પથ્થરથી ઉદયપુરના કારીગરોને લાવીને 6 મહીનાની મહેનત બાદ પોતાના પિતાની આબેહૂબ પ્રતિમા બનાવીને પુત્ર પ્રેમ પ્રગટ કર્યો છે. જોકે અહીંથી પસાર થતા લોકો આ પુત્રોના પિતાજીની જીવતે જીવ આવી પ્રતિમા જોઈને આફરીન થઈ ઉઠે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામનો માર્ગ પૂર્ણ થાય તેની નજીક એગોલા ગામ તરફ જવાના માર્ગ ઉપર રાયસંગભાઈ કરેણનું ખેતર આવેલું છે. આ ખેતરમાં અવરજવર કરતા કાચના આવરણમાં વૃદ્ધ ખેડૂતની પ્રતિમા સાથે ઝાડના છાયડામાં ખાટલો ઢાળીને બેસતા વૃદ્ધ ખેડૂતની સામે કાચના આવરણમાં એક પ્રતિમા ઉભી છે. જોકે સામે બેસતાં વૃદ્ધ અને તેની સામે રહેલી પ્રતિમાનો ચહેરો એકસમાન હોવાથી તે જોઈ લોકો ચોંકી ઉઠે છે. કારણકે મોટાભાગે કોઈનું મૃત્યુ થાય બાદ લોકો તેની પ્રતિમા બનાવતા હોય છે. જોકે અહીં તો જીવતા વ્યક્તિની પ્રતિમા બનાવેલી છે. 


રાજપૂતોએ ઈતિહાસ રચ્યો, પિયરની વાટ ભૂલેલી દીકરીઓને સન્માનભેર પાછી બોલાવાઈ


જીવતા વ્યક્તિની પ્રતિમા વિશે જેની પ્રતિમા છે, એ જ 75 વર્ષના વૃદ્ધ ખેડૂત રાયસંગભાઈ કરેણનું કહેવું છે કે તેવો સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે અને તેમના બંને દીકરાઓનો હર્યો ભર્યો સંસાર છે. તેમની દસ વીઘા જમીનમાં ખેતી અને પશુપાલન થકી બંને દીકરાઓનો પરિવાર પણ ખેતરમાં બનાવેલ નિવાસસ્થાને સુખી રહે છે. બે વર્ષ અગાઉ મારા બંને પુત્રોએ માતા-પિતાના જીવતે જીવ સમાજને જમાડવાનું પણ પુણ્યનું કામ કર્યું હતું. મારા પુત્રોનું માનવું છે કે લોકો તેમના પિતાના મોત બાદ તેમની પ્રતિમા બનાવે છે પણ તેનો કોઈ અર્થ રહેતા નથી. જેથી મારા બંને પુત્રોએ મારી હયાતીમાં જ મારી આબેહુબ પ્રતિમા બનાવડાવી છે. જ્યારે મારી પ્રતિમા લાવી ત્યારે પણ આસપાસના 10 ગામના લોકોના 11000 જેટલા લોકોને પણ ભોજન કરાવ્યું હતું. જો કે આ પ્રતિમાને લોકો જોવા આવતા હોય છે. લોકો મારા બંને પુત્રોને અભિનંદન પાઠવી રહ્યા છે..જેને લઈને વૃદ્ધ પિતાનું કહેવું છે કે મારા બંને પુત્રોએ મારી હયાતીમાં જ મારા જેવી જ પ્રતિમા બનાવી .છે જેને જોઈને ખૂબ ખૂબ જ ખુશ છું તો કે અનેક પુત્ર પોતાના પિતાઓને જ્યારે ઘરડા થાય ત્યારે છોડી મૂકતા હોય છે. પરંતુ મારા પુત્રે લાખો રૂપિયાના ખર્ચે મારી હયાતી પેઢીઓની દર પેઢી જોતી રહે તે માટે પ્રતિમા મૂકી છે. જેને જોઈને સમાજના અન્ય યુવકોએ પણ મારા દીકરાઓને જોઈ કંઈક શીખવું જોઈએ. 


જજ પત્નીએ RJ પતિને જેલભેગો કર્યો, 8 જજોએ કેસ સાંભળવા કર્યો ઈન્કાર, પછી થઈ મોટી બબાલ


રાયસંગભાઈ કરેણ કહે છે કે, મારા દીકરાઓએ મારી હયાતીમાં મારી પ્રતિમા બનાવડાવી છે જે આવનાર પેઢીઓ પણ જોઈને શીખ લેશે.


પોતાના પિતાની હયાતીમાં તેમની પ્રતિમા કેમ બનાવી તે બાબતે તેમના પુત્ર હસમુખભાઈ કરેણનું કહેવું છે કે મેં બે વર્ષ અગાઉ અમદાવાદના એક ભગતની પ્રતિમા જોઈ હતી ત્યારથી મારી ઈચ્છા હતી કે હું પણ મારા પિતાની તેમના જેવી જ પ્રતિમા બનાવું. ત્યારે હું મારા પિતાને ઉદેપુર ખાતે લઈ ગયો હતો અને ત્યાં તેમના જેવી પ્રતિમા બનાવવા માટે રૂપિયા બે લાખમાં ઓર્ડર આપ્યો હતો. જો કે આ પ્રતિમા બનાવવા પાછળ કારીગરો દ્વારા 6 મહિના જેટલો સમય થયો હતો. ત્યારબાદ મને આ પ્રતિમા ઘરે મારા પોતાના ખેતરમાં બેસાડવા માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે અમારા પિતા અમારા માટે આદર્શ છે અને તેમના જીવતે અને તેમના બાદ પણ અમારો પરિવાર મારા પિતા માટેનો પ્રેમ અને હયાતી જોઈ શકે તે માટે મારા ખેતરમાં તેમના જેવી પ્રતિમા મૂકીને આનંદ અનુભવું છું. 


ચડોતર ગામના બંને પુત્રોએ પોતાના પિતા તેમની નજરો સામે આજીવન હયાત રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે કરી પોતાના જ ખેતરમાં પોતાના જ પિતાની જીવતેજીવ આબેહુબ મૂર્તિ બનાવી છે. ત્યારે આજના આધુનિક યુગમાં એકબાજુ સંતાનો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છે,ત્યારે પોતાના પિતાને અમર કરવાનું કામ કરનારા આ પુત્રો ઉપર ગામના લોકો ગર્વ કરી રહ્યા છે. 


હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, જૂના નિયમમાં કરાયો ફેરફાર