Vadodara: રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડરો ભાજપમાં જોડાયા
વડોદરામાં આજે 50થી વધુ ટ્રાન્સજેન્ડરો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપના શહેર પ્રમુખે પાર્ટીનો ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યુ હતું.
હાર્દિક દીક્ષિત, વડોદરાઃ ગુજરાતના રાજકારણમાં આજે એક અનોખી ઘટના બની છે. સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર (Transgender) લોકો ભાજપમાં જોડાયા છે. રાજ્યભરમાંથી આવેલા 50 જેટલા ટ્રાન્સજેન્ડર આજે ભાજપ (BJP) માં જોડાયા છે. તો રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ (manvendra singh) પણ ભાજપના સભ્ય બન્યા છે. તમામ ટ્રાન્સજેન્ડરોનું ભાજપના કાર્યાલય ખાસે પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
50થી વધુ ટ્રાન્સજેન્ડરો ભાજપમાં જોડાયા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની (Election) જાહેરાત થઈ છે. આ સાથે રાજકીય પાર્ટીઓમાં સામેલ થવાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. આ કડીમાં આજે વડોદરામાં ટ્રાન્સજેન્ડર લોકો ભાજપ (BJP) માં જોડાયા હતા. 50થી વધુ ટ્રાન્સજેન્ડરોએ ખેસરયો ધારણ કર્યો છે. જેમાં સૌથી મોટુ નામ રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહનું છે. તેઓ પણ ભાજપના સભ્ય બની ગયા છે.
આ પણ વાંચોઃ દીકરી દેવો ભવ : ખેડાની એક સંસ્થાએ 101 બાળાઓને દત્તક લીધી
પાર્ટી આપશે જવાબદારી
ભાજપના વડોદરા ખાસે કાર્યાલયમાં શહેર પ્રમુખની આગેવાનીમાં કિન્નર સમાજના લોકો ભાજપમાં જોડાયા હતા. રાજપીપળાના રાજવી સહિત 50થી વધુ રાજ્યભરના ટ્રાન્સજેન્ડરો ભાજપમાં સામેલ થયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે તેમને જુદી-જુદી જવાબદારી સોંપવામાં આવશે. આજે જોડાયેલા કિન્નર સમાજના લોકોને પેજ સમિતિ અને પેજ પ્રમુખમાં સ્થાન આપવામાં આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube