દીકરી દેવો ભવ : ખેડાની એક સંસ્થાએ 101 બાળાઓને દત્તક લીધી

ખેડાના મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક લેવામાં આવી છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્ર મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ સેવાકાર્ય ઉપાડ્યું છે. આજે સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં દરેક બાળકીઓને સન્માનિત કરી તેઓને ગિફ્ટ આપી તેઓને દતક લેવામાં આવી હતી. 

Updated By: Jan 27, 2021, 08:03 AM IST
દીકરી દેવો ભવ : ખેડાની એક સંસ્થાએ 101 બાળાઓને દત્તક લીધી

યોગીન દરજી/ખેડા :ખેડાના મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક (adoption) લેવામાં આવી છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્ર મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ સેવાકાર્ય ઉપાડ્યું છે. આજે સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં દરેક બાળકીઓને સન્માનિત કરી તેઓને ગિફ્ટ આપી તેઓને દતક લેવામાં આવી હતી. 

આ સેવાકાર્ય કરનાર નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, એક મહિના અગાઉ તેઓ મહેમદાવાદ તાલુકા શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં દરેક શિક્ષક દ્વારા એક દીકરીને દત્તક (adoption) લઇ તેની અભ્યાસની જવાબદારી લેવામાં આવી રહી હતી. તેથી મેં પણ 101 દીકરીઓને દત્તક લેવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ મહેમદાવાદ તાલુકાની જુદી-જુદી 50 શાળાઓમાંથી બે દીકરીઓ પસંદ કરી આજે 101 દીકરીઓને દત્તક લેવામાં આવી છે. આ દીકરીઓના અભ્યાસ તેઓના જરૂરિયાતો તેઓના સ્વાસ્થયની તમામ જવાબદારી ટ્રસ્ટી નરેન્દ્રભાઈ દ્વારા ઉપાડવામાં આવી છે. બાળકીઓ (girl child) કે તેમના પરિવારજનોએ તેમની જરૂરિયાતને લઈ મંદિર સુધી ના જવું પડે અને તેમની તમામ જરૂરિયાતો ઘરે બેઠા પૂર્ણ થાય તે પ્રકારનું માઈક્રો પ્લાનિંગ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

No description available.

એક માસ અગાઉ શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં ગયો હતો, જ્યાં શિક્ષકો દ્વારા બાળકીઓને દત્તક લેવામાં આવી રહી હોય તે ઘટના જોઈ મને પણ બાળકીઓને દત્તક લેવાની પ્રેરણા મળી હતી. જે અનુસંધાને આજે અમે 101 બાળકીઓને દત્તક લીધી છે તેવું સિદ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું. 

No description available.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોના પ્રશ્નો ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 10000 બાળકીઓને દત્તક લેવાનું બીડું સંઘ દ્વારા ઉપાડાયું છે. જે અંતર્ગત દોઢ માસ અગાઉ મહેમદાવાદ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો દ્વારા બાળકીઓને દત્તક લેવામાં આવી હતી. જે જોયા બાદ નરેન્દ્રભાઈને પણ આવું કરવાની પ્રેરણા મળી હતી. શિક્ષક સંઘ દ્વારા થતી કાર્યવાહી આ રીતે જ સમાજમાં છેવાડા સુધી પહોંચે અને બાળકીઓને દત્તક લેવામાં આવે તે પ્રકારની અમારી ઇચ્છા છે તેવું તેમણે કહ્યું.