Heart Attack death : ગુજરાતમાં એકાએક હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. કોરોના બાદ હૃદય રોગના હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. રોજ ક્યાંકને ક્યાંકથી હાર્ટએટેકના કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં હાર્ટએટેકના આજે બે ચોંકાવનારા કિસ્સા બન્યા છે. જેમાં વડોદરામાં ચાની કીટલી પર ચા બનાવતા સમયે શખ્સને હાર્ટએટેક આવ્યો હતો. તો જેતપુરમાં કોલેજના પ્રોફેસરને લાઈબ્રેરીમાં જ દુખાવો ઉપડતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા, જેમનુ મોત નિપજ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામા ચા બનાવતા સમયે આવ્યો હાર્ટએટેક
વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં ચાની કીટલી ધારકને ચા બનાવતા સમયે હાર્ટ એટેક આવવાનો બનાવ બન્યો છે. ચા બનાવતી વેળાએ જ છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેથી ચા બનાવનારા  લારી પાસે જ ઢળી પડ્યાહ તા. હાર્ટ એટેકના કારણે નીચે ઢળી પડેલા ચ્હાની કીટલી ધારક ભિમસ ચંદુમલ નાથાણીનું મોત નિપજ્યું હતું. વેપારી સાથે બનેલી કરુણ ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 


આ પણ વાંચો : 


બોર્ડની પરીક્ષાનું ટેન્શન હોય તો તમારા સંતાનોને સૌથી પહેલા આ વસ્તુથી દૂર રાખો


વરદાન બની આ યોજના, ગેસ સિલન્ડર ખરીદવાના ખર્ચમાંથી અપાવશે મુક્તિ, પૈસા પણ બચશે


જેતપુરની કોલેજના પ્રોફેસરનું હાર્ટઅટેકથી મોત
જેતપુરમાં જી.કે એન્ડ સી.કે બોસમીયા કોલેજના બીસીએના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીનું હાર્ટઅટેકથી મોત નિપજ્યું છે. પ્રકાશ ત્રિવેદીને કોલેજની લાયબ્રેરીમાં છાતીમાં દુખાવો ઉપડયો અને થોડીવારમાં જ ત્યાંજ મોત નીપજ્યું હતું. મોડાસા બાજુના વતની એવા પ્રોફેસરના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, તેમના એકના એક પુત્રની CBSE બોર્ડની ચાલુ પરીક્ષાએ પુત્રને પિતા ગુમાવવાનો વારો આવ્યો હતો. 


જામનગરના જાણીતા ડોક્ટરનું મોત 
જામનગરના જોલી બંગલા રોડ ઉપર ક્લિનિક ધરાવતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ 57 વર્ષના ડો.સંજીવ ચગ આજે સવારે પાર્ક કોલોનીમાં આવેલા તેના નિવાસસ્થાનથી મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેઓ સેન્ટ આન્સ સ્કુલ સામેના બેન્ક રોડ ઉપરથી ચાલતા-ચાલતા ઢળી પડ્યા હતા. તેમનુ ત્યાં જ નિધન થયું હતું. જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.મિલન ચગના ભાઈ હતા.


આ પણ વાંચો : 


આ દિવસથી માર્કેટમાં કેરી જ કેરી જોવા મળશે, ખુશ થઈ જાઓ તેવા સમાચાર જુનાગઢથી આવ્યા


જિંદગીના અનેક તડકા-છાયાં જોનારા 100 વર્ષના વેલીમાંની અંતિમ વિદાયમાં આખું ગામ જોડાયું