આ દિવસથી માર્કેટમાં કેરી જ કેરી જોવા મળશે, ખુશ થઈ જાઓ તેવા સમાચાર જુનાગઢથી આવ્યા

Kesar Mango : કેરીના રસિયાઓ માટે સારા સમાચાર... જૂનાગઢ યાર્ડમાં તાલાળાની કેસર કેરીનું આગમન..... 2 દિવસમાં આવ્યા 40 બોક્સ...... હોળી બાદ મબલખ પ્રમાણમાં કેરીની આવકની શક્યતા....

આ દિવસથી માર્કેટમાં કેરી જ કેરી જોવા મળશે, ખુશ થઈ જાઓ તેવા સમાચાર જુનાગઢથી આવ્યા

Kesar Mango : સ્વાદ રસિયાઓ માટે સારા સમાચાર ગીરની કેસર કેરીનું જૂનાગઢની યાર્ડમાં આગમન થયું છે. ગત વર્ષ કરતા એક માસ વહેલું કેરીનું આગમન થઈ ચૂક્યું છે જેમાં બે દિવસમાં 40 બોક્સની આવક થઈ છે. ગીરની કેસર કેરીનું જુનાગઢ યાર્ડમાં આગમન તાલાળા પંથકની કેરીનું આગમન થઈ ગયુ છે. બે દિવસમાં 40 જેટલા બોક્સની આવક નોંધાઈ છે. ત્યારે આ વર્ષે કેરીનો પાક પુષ્કળ આવે તેવી શક્યતા છે. 2000 થી 3000 સુધી હરાજીમાં કેરીનો ભાવ બોલાયો છે. ત્યારે હોળી બાદ મબલખ પ્રમાણમાં યાર્ડમાં કેરીની આવક થશે. 

હરાજીમાં ઉંચો ભાવ બોલાયો 
જુનાગઢ ફ્રુટ માર્કેટના પ્રમુખ અદ્રેમાન પંજાએ જણાવ્યું કે, ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે સ્વાદ રસિયાઓ ફળોની રાણી કેસર કેરીની આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે ત્યારે જુનાગઢ ની યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે, તાલાળા પંથકની કેરીનું આગમન થયું છે આજે 15 બોક્સની આવક થઈ હતી અને બે દિવસમાં 40 જેટલા બોક્સની આવક થઈ છે. જેની સામે 10 કિલોના બોક્સના 2000 થી 3,000 સુધી હરાજીમાં ભાવ રહ્યો હતી.

આ પણ વાંચો : 

આ વર્ષે કેરીનું ઉત્પાદન વધશે
ઉલ્લેખનીય છે કે સોરઠ પંથકમાં 23,333 હેક્ટરમાં આંબાના બગીચાઓ આવેલા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 14,301 હેક્ટર જુનાગઢ જિલ્લામાં 8600હેક્ટર અને પોરબંદર જિલ્લામાં 431 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર કરાયું છે. ગત વર્ષે 1,56,433 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે ૩૦ ટકા ઉત્પાદન વધવાની પણ શક્યતાઓ છે.

વાતાવરણ વિધ્ન બનશે તો...
દર વર્ષની જેમઆ વર્ષે ખેડૂતોને કેરીના પાક પ્રત્યે આશા જાગી છે. પરંતુ હવામાનના પલટાને કારણે ખેડૂતોને મૂંઝવણમાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી જોતા જો તાપમાન ઉપર નીચે થાય તો આ વખતે આવેલા કેરીના વૃક્ષો પરના મોરવાઓ ખરી જાય તો કેરી રસિયાઓને મોંઘી અને ઓછી મળશે. પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે મોરવા અને ફણગા વધુ ફૂટત્તા ખેડૂતોની આશા વધી છે. ખેડૂતો ખુશ ખુશાલ છે. ખેડૂતો જો તાપમાન એક સરખું રહ્યું તો આ વખતે દર વર્ષ કરતા પુષ્કળ કેરીઓ આવશે તેવું જણાવે છે. બીજી તરફ આ વખતે કેરીમાં જીવાતો પણ ન પડવાથી ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. 

આ પણ વાંચો :

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news