જિંદગીના અનેક તડકા-છાયાં જોનારા 100 વર્ષના વેલીમાંની અંતિમ વિદાયમાં આખું ગામ જોડાયું
Last Rite With Procession : વેલીમાંની છેલ્લી ઈચ્છા હતી કે વાજતે ગાજતે આ ઘરે આવી હતી જેથી કરીને અંતિમ વિદાય પણ વાજતે ગાજતે આપજો જેથી કરીને તેના ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા
Trending Photos
Last Rite With Procession હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી વજેપર વિસ્તારમાં રહેતા ૧૦૦ વર્ષના વૃદ્ધા વેલીમાં બેચરભાઈ પરમારનું આજે સવારે અવસાન થયું હતું અને તેમની અંતિમ ઈચ્છા હતી કે, જે રીતે મોજથી જીવન જીવ્યા છે તેવી જ રીતે મોજથી તેને અંતિમ વિદાય આપવામાં આવે. જેથી કરીને આજે તેના પરિવારજનો તેમજ વજેપરના ગ્રામજનો દ્વારા તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જેમાં આખું વજેપર ગામ જોડાયું હતું.
સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે જેથી લોકોને ખબર પડી જાય કે અહી કોઈ માઠો પ્રસંગ લાગે છે પરંતુ આ પ્રકારની સ્થિતમાં ઘર પાસે ડોકડ અને મંજીરાં વાગતા હોય અને સાથે ડાઘુઓને જોવા મળે તો સહુ કોઈ વિચારમાં પડી જાય કે ખુશીનો માહોલ છે કે, ગમનો. તેથી તમને જણાવી દઈએ કે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વેલીમાં બેચરભાઈ પરમરા (૧૦૧) નું કુદરતી રીતે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં જોડવા માટે સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા દરમ્યાન વેલીમાંની છેલ્લી ઈચ્છા હતી કે વાજતે ગાજતે આ ઘરે આવી હતી જેથી કરીને અંતિમ વિદાય પણ વાજતે ગાજતે આપજો જેથી કરીને તેના ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વેલીમાં ના પરિવારજનોએ જણાવ્યુ હતું કે, તેઓના બા હંમેશા મોજમાં જ રહેતા હતા અને દીકરાઓ સહિતના લોકોએ મોજામાં રહેવાનુ કહેતા હતા આટલું જ નહીં તેની અંતિમ વિદાય ભવ્ય હશે તેવું તે કહેતા હતા જેથી કરીને આજે તેની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને લીલપર રોડ ઉપર આવેલ સ્મશાન ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :
વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે વેજપર વિસ્તારમાં થોડા સમય પહેલા ૧૦૨ વર્ષની ઉમરે નવઘણભાઈ ટાપુભાઇ પરમારનું કુદરતી રીતે અવશાન થયું હતું ત્યારે તેને પરિવારજનો અને ગામના લોકોએ તેને તેઓની અંતિમ ઈચ્છા મુજબ બેન્ડ વાજા સાથે અંતિમ વિદાય આપી હતી. તેવી જ રીતે હાલમાં વેલીમાં બેચરભાઇ પરમાર ૧૦૦ વર્ષની ઉમરે નાખમાં પણ રોગ વગર કુદરતી રીતે અવસાન પામ્યા હતા. ત્યારે તેના ચારેય દીકરા નરશીભાઈ, શિવાભાઇ, સ્વ. અવચરભાઇ અને ગોવિંદભાઇ તેમજ તેના પરિવાર દ્વારા પરિવાર માટે શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું યોગદાન આપ્યું છે. જેથી તેની અંતિમ વિદાય તેઓના દીકરા સહિતના પરિવારજનોએ વાજતે ગાજતે ભારે હૈયે આપી હતી.
આજે વજેપર ગામના લોકોએ વેલીમાં પરમારને વાજતે ગાજતે છેલ્લી વિદાય આપી હતી અને સ્મશાને તેના મોટા દીકરા દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી. આમ માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરાઓ દ્વારા અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં માતા-પિતાની ઈચ્છા તેમની હયાતીમાં પૂરી કરવાની વાત તો ઠીક તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવા દીકરા હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ નથી.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે