ઝી બ્યુરો/અમદાવાદ: તમારું બાળક કે પછી આપના પરિવારના સભ્યો અહીં હજારો કિલોમીટર દૂર અમેરિકા કે પછી કેનેડાની ધરતી પર જાય અને એરપોર્ટ પર જ જો કોઈ પરિવાર આપને કેમ છો? બોલીને કહો આપે તો મારા ઘરે આવવાનું છે. તો કેવી લાગણી અનુભવાય. એવું જ એક ભગીરથ કાર્ય કરી રહ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હસતાં હસતાં સંભળાવ્યું! વિરમગામમાં પાટીલ એવું શું બોલ્યા કે હાર્દિકને પરસેવો વળ્યો


કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી અથવા પરિવાર કેનેડામાં જાય છે તેને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વઉમિયા ફાઉન્ડેશન –કેનેડાની ટીમ કામ કરી રહી છે. સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1100થી વધુ ગુજરાતી દિકરા-દિકરીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે પરિવારની જેમ મદદરૂપ બની સેટ કર્યા છે.


આ વર્ષે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ખેડૂતોની ચિંતા 


કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદરૂપ થશે. આ અંગે વાત કરતા અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજયભાઈ પટેલ જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું. તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.


કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાતમાં BJP એલર્ટ, ચૂંટણી પહેલાં પાટીલે ઘડી નવી રણનીતિ


અમદાવાદની માફક બોસ્ટનમાં ઉમાસ્વાદમ અને ઉમાપ્રસાદ સેવા શરૂ થશે    
મહત્વનું છે કે વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગત્ત શુક્રવારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મિંટીંગ યોજાઈ હતી. જેમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવા ઉપરાંત વિશ્વઉમિયાધામ-જાસપુર મંદિરની માફક ઉમાસ્વાદમ્ અને ઉમાપ્રસાદમની શરૂઆપત કરાઈ છે. 


આ 5 રાશિઓ માટે આવનારો મહિનો રહેશે ખાસ, પ્રમોશન-ધનલાભનો પ્રબળ યોગ


મહત્વનું છે કે, જગત જનની મા ઉમિયાનો પ્રસાદ બોસ્ટનમાં ઘર ઘર સુધી પહોંચશે.