Gujarat Politics: કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાતમાં BJP એલર્ટ, લોકસભા ચૂંટણી પહેલાં પાટીલે ઘડી નવી રણનીતિ
આગામી દિવસોમાં કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચા છે. પાર્ટી લોકસભા ચૂંટણીના મહત્વને ધ્યાનમાં લઈને નિશ્વિત થવા ઈચ્છે છે. આ માટે પાટીલ પોતે જ વ્યૂહ રચના બનાવી રહ્યા છે.
Trending Photos
Loksabha 2024 Election: ભલે કોંગ્રેસ કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતી ગઈ હોય, પરંતુ આ ભાજપ તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં વધુ સાવધ બની ગઈ છે. પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા અને સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તમામ જિલ્લાઓ અને શહેરોના પ્રભારીઓની નિમણૂક કરી છે.
પાટીલ કોઈ પણ સંજોગોમાં એક પણ સીટ ખોવા માગતા નથી. ભાજપે અહીં દરેક લોકસભાદીઠ 5 લાખ લીડનો ટાર્ગેટ મૂક્યો છે. હાલમાં દરેક લોકસભાદીઠની બેઠકો ગાંધીનગરમાં મળી રહી છે. ભાજપ માટે આગામી ટાર્ગેટ લોકસભા ચૂંટણી છે. કોંગ્રેસ ભલે ઉંઘતી ઝડપાય પણ એડવાન્સમાં તૈયારીઓ માટે જાણીતિ ભાજપે લોકસભાની ફૂલ સ્પીડમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીથી કોંગ્રેસ ભલે ઉત્સાહિત હોય, પરંતુ ગુજરાતમાં ભાજપ કોઈ ભૂલ કરવાના મૂડમાં નથી. વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટી રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણીના મોડમાં આવી ગઈ છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા માટે પાર્ટીએ રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને આઠ શહેરોના પ્રભારીઓની નિમણૂક કરી છે.
પાર્ટીએ તમામ 26 બેઠકો કબજે કરીને રાજ્યમાં મોટી જીતનું લક્ષ્ય નક્કી કર્યું છે. રાજ્ય વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ સંગઠનને લઈને આ સૌથી મોટી જાહેરાત કરી છે. જેમાં તમામ જિલ્લાઓ અને શહેરોના પ્રભારીઓના નામ એક સાથે નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકો છે. આ બેઠકો છેલ્લી બે ચૂંટણીથી ભાજપ પાસે છે.
ભાજપનો છે ફૂલપ્રૂફ પ્લાન
ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખે વિધાનસભાની ચૂંટણી બાદ એક ડઝન જિલ્લાના પ્રમુખોની બદલી કરી હતી. આ સાથે અનેક જિલ્લાઓમાં નવી કારોબારી સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. પાટીલ લોકસભાની ચૂંટણી માટે સતત મજબૂત રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. તમામ 26 લોકસભા મતવિસ્તારોમાં જીત સાથે, પાર્ટી વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરવા માટે લક્ષ્યાંક બનાવવાની તૈયારી કરી રહી છે. આથી જ્યાં પણ મજબૂત નેતા હોય ત્યાં પાર્ટી તેમને સાથે લેવામાં ખચકાતી નથી. પાર્ટી ચૂંટણી જીતેલા અપક્ષ ધારાસભ્યોને સાથે લઈને રણનીતિ બનાવી રહી છે જેથી પાર્ટીને તેમના મતવિસ્તારમાં કોઈ નબળાઈનો સામનો ન કરવો પડે.
કોંગ્રેસને આંચકો આપવાની તૈયારી
આગામી દિવસોમાં કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચા છે. પાર્ટી લોકસભા ચૂંટણીના મહત્વને ધ્યાનમાં લઈને નિશ્વિત થવા ઈચ્છે છે. આ માટે પાટીલ પોતે જ વ્યૂહ રચના બનાવી રહ્યા છે. ચર્ચા છે કે 4 વખતના કોંગ્રેસના ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ટૂંક સમયમાં ભગવો પહેરી શકે છે. જો ધીરુભાઈ ભીલ પક્ષ છોડીને ભાજપમાં જોડાશે તો ચોક્કસપણે છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસની હાલત વધુ દયનીય થશે. સૂત્રોનું માનીએ તો સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપના રડાર પર છે. જેઓ કોંગ્રેસના વર્તમાન પ્રદેશ નેતૃત્વથી નારાજ છે. પાર્ટી સંપૂર્ણ તાકાત પછી લોકસભા ચૂંટણીમાં ઉતરવા માંગે છે અને ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરવા ઉપરાંત જીતના માર્જિનથી નવો રેકોર્ડ પણ સ્થાપવા માંગે છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil દ્વારા જિલ્લા/મહાનગરના સંગઠનના પ્રભારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત પ્રભારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ pic.twitter.com/NbOwkdjv6x
— BJP Gujarat (@BJP4Gujarat) May 16, 2023
ઝડફિયા પાસે મહત્વની જવાબદારી છે
પાર્ટી દ્વારા તમામ 33 જિલ્લાઓ અને આઠ મહાનગરો/શહેરોના પ્રભારીઓની ઘોષણા કરવામાં આવી છે. વડોદરા શહેરની જવાબદારી દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને સોંપવામાં આવી છે. તેમજ સુરત શહેરના શીતલબેન સોની, આણંદની જવાબદારી રાકેશભાઈ શાહ, અમદાવાદ (કર્ણાવતી)ની ઝવેરીભાઈ ઠકરાર, ગાંધીનગર નૌકાબેન પ્રજાપતિ, જામનગર શહેર પલ્લવીબેન ઠાકર, રાજકોટ શહેર પ્રકાશભાઈ સોની, જૂનાગઢ શહેર ધનસુખભાઈ ભંડેરી અને ભાવનગર શહેર ચંદ્રશેખર દવેને જવાબદારી સોંપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે