અતુલ તુવારી, અમદાવાદઃ ડમીકાંડમાં યુવાનેતા યુવરાજસિંહને સમન્સ મોકલવામાં આવ્યું હતું. જે અંતર્ગત તેમને આજે ભાવનગરમાં પોલીસ સમક્ષ હાજર થવાનું હતું. પોલીસ તેમની આ કેસમાં વિગતવાર પૂછપરછ કરવાની છે. હાલ યુવરાજસિંહ ભાવનગર પહોંચી ચુક્યા છે. યુવરાજસિંહને પોલીસનું તેડું આવતા તેઓ ભાવનગર પહોંચ્યા છે. 12 વાગ્યે તેઓ એસઓજી ક્રાઈમ સમક્ષ હાજર રહેેશે. યુવરાજસિંહે ડમી કાંડ઼ મુદ્દે કરેલાં આક્ષેપો સંદર્ભે પોલીસ પૂછપરછ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે આ પણ ખાસ વાંચોઃ  લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર? આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત


આ મુદ્દે ઝી24કલાક સાથેની વાતચીતમાં યુવરાજસિંહે કહ્યું કે, યુવાનો માટે સવાલ ઉઠાવતો રહ્યો છું, યુવાનો માટે લડતો રહીશ.જે પણ સવાલ પૂછવામાં આવશે તેના પુરાવા સાથે જવાબ આપીશ. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અપીલ કરતા યુવરાજે કહ્યું કે, અગાઉ તેઓ મારા આપેલા પુરાવા અંગે તપાસ કરાવી કાર્યવાહી કરાવતા રહ્યા છે, હજુ પણ તેમની પાસે મને આશા છે. પોલીસ પૂછપરછ બાદ જો મારી ધરપકડ થાય છે તો પણ એના માટે તૈયાર છું. અગાઉ સાબરમતી જેલમાં રહી ચુક્યો છું.


 


મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો આ પણ ખાસ વાંચોઃ  Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ


ઉલ્લેખનીય છેકે, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમીકાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.


SITએ શરૂ કરી તપાસ-
ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે બનાવેલી SIT અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 


અત્યાર સુધી છ આરોપી ઝડપાયા-
ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે, જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે.  


આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ  સ્મશાનની રાણી કહેવાતા માજીએ 80 વર્ષમાં કર્યા 11 લાખથી વધુ લોકોના અંતિમ સંસ્કાર! આ પણ ખાસ વાંચોઃ  શબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર...