ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે!

જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ મુદ્દાઓ પર જાણકારી આપવામાં આવતી હોય છે. એમાંય ખાસ કરીને મોટાભાગની જાણકારી આર્થિક બાબતોને લગતી હોય છે. લોકો પણ આર્થિક સ્થિતિ સુધારવા જ્યોતિષની સલાહ લેતા હોય છે.

ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે!

Vastu Tips: આપણે ઘણા લોકોને જોયા હશે જેઓ ખુબ મહેનત કરી સારો પગાર કમાતા હોય છે, જો કે તેમ છતાં તેમનું ખીસ્સુ હંમેશા ખાલી રહેતું હોય છે. તેમને હંમેશા રૂપિયાની તંગી વર્તાતી હોય છે. તમને પણ આવો સવાલ થતો હશે કે સારી કમાણી બાદ પણ આવા લોકો પાસે રૂપિયાની અછતા આખરે કેમ હશે. નિષ્ણાત જ્યોતિષો મુજબ કેટલાક લોકો પોતાના વોલેટ અથવા પર્સમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખતા હોય છે. આ કારણે તેમના પર નકારાત્મક ઉર્જાનું દબાણ વધે છે. આ જ કારણે તેમનું વોલેટ હંમેશા ખાલી રહેતું હોય છે અથવા તેમને રૂપિયાની તંગી થતી હશે.

1) દેવી-દેવતાઓની તસ્વીર-
કેટલાક લોકો પોતાના પર્સમાં પોતાના કુળદેવી, ભગવાનના ફોટા રાખે છે. આવું ન કરવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. દેવી-દેવતાને પર્સમાં રાખવા કરતા તેમને મંદિરમાં અથવા મનમાં સ્થાન આપવું જોઈએ.

2) ચાવી-
કેટલાક લોકો પોતાના પર્સમાં ઘરની અથવા કોઈ અન્ય ચાવી રાખતા હોય છે. જે બિલકુલ ખોટું છે. પર્સમાં ચાલી રાખવાથી વેપાર અને ધનમાં નુકસાન થઈ શકે છે. વાસ્તુ મુજબ પર્સમાં સિક્કા સિવાય અન્ય કોઈ ધાતુની વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રદાન થાય છે.

3) પર્સમાં કેવી રીતે રૂપિયા રાખવા-
પર્સમાં કેટલાક લોકો રૂપિયાને આડેધડ રીતે રાખતા હોય છે. નોટોને આમ તેમ વાળીને રાખી દેવાની ઘણા લોકોને ખરાબ આદત હોય છે. આ આદત છોડી લોકોએ રૂપિયાને વ્યવસ્થિત રીતે પર્સમાં રાખવા જોઈએ. આ સાથે જ તમને ખબર હોવી જોઈએ કે તમારા પર્સમાં કેટલા રૂપિયા પડ્યા છે. નોટોને વાળીને રાખવાથી આર્થિક નુકસાની થઈ શકે.

4) પૂર્વજોની તસ્વીર-
કેટલાક લોકો પર્સમાં પોતાના પૂર્વજોની તસ્વીરોને રાખતા હોય છે. જ્યોતિષોનું કહેવું છે કે પૂર્વજોનું માન-સમ્માન ખુબ મહત્વનું હોય છે. તેમના આશીર્વાદ વગર આર્થિક સમૃદ્ધિની કલ્પના ન કરી શકાય. જો કે પૂર્વજોના રૂપિયાને પર્સમાં ન રાખવા જોઈએ. તેના બદલે તેમની તસ્વીરોને ઘરમાં યોગ્ય સ્થાને રાખવી જોઈએ.

5) બિલ અથવા EMI પેપર-
પર્સમાં કોઈ દિવસ બિલ અથવા EMIના દસ્તાવેજ જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. ફોન બિલ, વીજળીનું બિલ અથવા કોઈ ખર્ચની લીસ્ટને પર્સમાં ન રાખવી જોઈએ. આવું કરવાથી નુકસાની થવાની સંભાવના વધુ રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news