લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર?
Numerology: કહેવાય છેકે, તમારા જન્મનો સમય, વાર અને તારીખ તેમજ તિથીનું પણ આગવું મહત્ત્વ હોય છે. આ દરેક બાબતોની તમારા સમગ્ર જીવન અને તમારા વ્યક્તિત્વ પર પણ અસર જોવા મળતી હોય છે.
Trending Photos
Numerology: આ જન્મતારીખ ધરાવતા લોકોના માથે સદાય હોય છે લક્ષ્મીજીનો હાથ, તમારી જન્મતારીખ કંઈ છે જાણી લો....વ્યક્તિનો સ્વભાવ અને વ્યવહાર અંકશાસ્ત્રના આધારે સરળતાથી જાણી શકાય છે. કોઈપણ વ્યક્તિની જન્મતારીખ જ તેનો મૂળાંક હોય છે. આજે આપણે જાણીશું કોઈપણ મહિનાની 4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકોના સ્વભાવ અને વર્તન વિશે.
1) મૂળાંક 4 થતો હોય તો આ દેવીની હોય છે કૃપા-
અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ 4, 13, 22 અને 31 તારીખે થયો છે, તે લોકોની સંખ્યા 4 છે. આવી સ્થિતિમાં 4 નો અધિપતિ ગ્રહ રાહુ છે. અને રાહુનો સંબંધ ભગવાન સૂર્ય સાથે છે. આ તિથિઓ પર જન્મેલા લોકો પર ભગવાન સૂર્યની કૃપા હોય છે.
2) વ્યવહાર-
અંકશાસ્ત્ર અનુસાર 1 થી 9 સુધીના દરેક મૂળાંકમાં દરેક વ્યક્તિનો સ્વભાવ અને વર્તન અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિની પસંદ-નાપસંદ, ખાવા-પીવાની ટેવ કે શાંત અને બોલવામાં તફાવત જોવા મળે છે. મૂળાંક 4 ધરાવતા લોકોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. આવા લોકો ખૂબ આગળ વધેછે..અને ભાગ્ય પણ તેમને સાથ આપે છે..આગળ વધો. તેમને ભાગ્યનો સાથ મળે છે. આ લોકો બીજા પાસેથી કામ કરાવવામાં માહિર હોય છે.
3) સફળતા-
મૂલાંક 4 થતો હોય તેવા લોકોની આર્થિક સ્થિતિ સારી છે.આવા લોકો કામમાં સફળતા મેળવે છે. આ લોકો પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. સાથે જ કીર્તિ અને સન્માન પણ પ્રાપ્ત થાય છે. આ લોકોને પૈસાની કોઈ કમી નથી હોતી. આ લોકો સ્વભાવે ઘમંડી હોય છે. જેથી લોકોને આવો સ્વભાવ પસંદ નથી આવતો..મૂળાંક 4 ના લોકો બીજાને મદદ કરવામાં ખચકાટ અનુભવે છે.. તેમને પોતાની રીતે જીવવું ગમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે