how to use Hibiscus Flowers: જાસૂદ જે ને હિબિસ્કુસના નામે ઓળખવામાં આવે છે, એક સુંદર ફૂલવાળો છોડ છે જેનું ફૂલ મુખ્ય રૂપથી નવરાત્રિ દરમિયાન માં દુર્ગાને ચઢાવવામાં આવે છે. એટલું જ નહી આ ફૂલ ના ફક્ત બગીચાની શોભા વધારે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1100 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 75 રૂપિયાના ભાવ ખૂલ્યો હતો તેનો IPO
માર્ચ 2024 માં સૌથી વધુ વેચાઇ આ 25 કાર, લિસ્ટમાં ટોપ પર પંચ; સૌથી છેલ્લી Hyryder


જોકે આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ જાસૂદનો ઉપયોગ સદીઓથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. તેના ફૂલો, પાંદડા અને તેના તાંતણાનો કાવો બનાવીને ઘણી બિમારીના સારવારમાં લેવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિક સ્ટડીમાં જાસૂદના સ્વાસ્થ્ય ગુણોની પુષ્ટિ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં તમે હિબિસ્કુસ સાથે જોડાયેલા જોરદાર હેલ્થ બેનિફિટ્સ વિશે જાણી શકો છો. 


Shahrukh Khan: જ્યારે શાહરૂખ ખાનના પિતાએ લડી હતી ચૂંટણી, કોઇએ આપ્યો ન હતો વોટ
6 બોલ...29 રનની જરૂર, આશુતોષ-શશાંકની પાવર હિટિંગ, થ્રિલરથી ભરેલી રહી લાસ્ટ ઓવર


1. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ (Helps Lower High Blood Pressure)
NIH માં પ્રકાશિત થયેલા એક અધ્યયનથી ખબર પડે છે કે હિબિસ્કસનું સેવન હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે અને હાર્ટ હેલ્થને સુધારે છે. એવું માનવામાં આવે છે કે તેમાં હાજર એન્થોસાયનિન્સ નામના તત્વો રક્તવાહિનીઓને ફેલાવવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી. 


2. પાચનક્રિયાને સારી બનાવે છે (Improves Digestion)
હિબિસ્કસમાં હાજર ફાઇબર યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે. તે આંતરડાની ગતિને સરળ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.


પૃથ્વી શોનું પુરૂ થયું સપનું.. મુંબઇમાં ખરીદ્યું આલીશાન હાઉસ, કરોડોમાં છે કિંમત
મહિલાઓ માટે છે Post Office ની આ ધાંસૂ સ્કીમ...2 લાખ જમા કરાવશો તો 30000 નો ફાયદો


3. વજન ઘટાડવામાં મદદરૂપ (Aids in Weight Loss)
2014ના અભ્યાસ અનુસાર હિબિસ્કસ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. જોકે તેમાં ઓછી કેલરી હોય છે અને તેમાં રહેલા ફાઈબરથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ કરે છે.


હવે બેંક ખાતામાંથી પૈસા નિકાળી શકશે નહી ગ્રાહકો, RBI એ આજથી લગાવ્યો પ્રતિબંધ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!


4. રોગપ્રતિકારક શક્તિ વધારે છે (Boosts Immunity)
હિબિસ્કસ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શરીરને શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે.


નવરાત્રિના ઉપવાસના ફાયદા જોઇએ છે તો કરશો નહી આ ભૂલ, હેલ્થ પર પડશે આડ અસર
30વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત,જાણો માં દુર્ગા કોનો કરશે બેડો પાર


5. લીવર હેલ્થને સપોર્ટ કરે છે (Boost Liver Health)
હિબિસ્કસનું સેવન લિવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે યકૃતને વધુ સારી રીતે કાર્ય કરવા માટે ટેકો આપે છે જે એકંદર આરોગ્ય માટે જરૂરી છે. 2014ના અભ્યાસમાં, હિબિસ્કસનું સેવન કરનારા લોકોમાં ફેટી લિવરમાં સુધારો જોવા મળ્યો હતો.


Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?
મહિલાઓ માટે છે Post Office ની આ ધાંસૂ સ્કીમ...2 લાખ જમા કરાવશો તો 30000 નો ફાયદો


આ રીતે કરો સેવન
જાસૂદના સેવનની સૌથી સારી રીત છે તેને ચા અથવા કાવાના રૂપમાં પીવું. તેના માટે 1 કપ પાણી ઉકાળો. પછી તેમાં જાસૂદના ફૂલ નાખો, ઉકળી જાય ત્યારબાદ 5 મિનિટ પછી તેને ગરણી વડે ગાળી લો. હવે તમે તમારી ચામાં સ્વાદનુસાર મધ અને લીંબુનો રસ મિક્સ કરીને તેનો આનંદ માણી શકો છો. દિવસમાં 1-2 કપ જાસૂદની ચા ફાયદકારક હોય છે. પરંતુ જો તમે કોઇપણ પ્રકારની દવા લો છો તો તેનું વધુ સેવન કરવાનું ટાળો. 


આગ ઓકતી ગરમીમાં શિમલા જેવી ઠંડક આપે છે આ 5 કૂલર, વિજળી પણ બચશે