દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. જો કે આ બધા વચ્ચે ચોંકાવનારો દાવો વૈજ્ઞાનિકોએ હાલમાં કર્યો હતો. આ દાવા મુજબ માઉથવોશથી કોગળા કરવાથી કોરોના સંક્રમણનો ચેપ ખતમ થઈ શકે છે. એટલે કે સંક્રમિત વ્યક્તિના મોઢા અને ગળામાં રહેલા કોરોના વાયરસની સંખ્યા ઘટી શકે છે. જો કે હવે રિસર્ચર્સ હવે તેની ખરાઈ માટે કામ કરવા જઈ રહ્યાં છે. બ્રિટનમાં Cardiff's University Hospital of Wales એક એવા રિસર્ચમાં ભાગ લેશે જે માહિતી મેળવશે કે મોઢાના સલાઈવા (લાળ)માં રહેલા કોરોના વાયરસની સંખ્યાને સારી જાતના માઉથવોશથી કરેલા કોગળા ઓછા કરવા સમર્થ છે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Updates: દેશમાં કોરોનાના કેસ 32 લાખને પાર, કેમ આટલા ઝડપથી વધી રહ્યાં છે કેસ? જાણો કારણ


અત્રે જણાવવાનું કે SARS-CoV-2 કોરોના વાયરસથી ફેલાયેલા રોગચાળાના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ એક એવો એનવેલપ્ડ વાયરસ છે જેનું બહારનું પડ fatty(lipid) મેમ્બ્રેનનું હોય છે. વિવિધ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ઈથેનોલની ઓછી માત્રા પણ આવા lipid વાયરસનું પડ તોડવા માટે સક્ષમ હોય છે.  બ્રિટનમાં આ જે સ્ટડી થવા જઈ રહ્યો છે તે 12 અઠવાડિયા ચાલનારો સ્ટડી છે. તેમાં યુકેની એકમાત્ર માઉથવોશ બ્રાન્ડ Dentyl ભાગ લઈ રહી છે. આ માઉથવોશમાં anti-microbial cetylpyridinium chloride છે. અત્રે જણાવવાનું કે રિસર્ચર્સ કહે છે કે iodine માઉથવોશે સાબિત કરેલું છે કે એકજેવા કોરોના વાયરસથી થતા બે રોગ SARS અને MERSમાં સારા પરિણામો મળ્યા છે. 


EpiVacCorona: કોરોનાના હાહાકાર વચ્ચે રશિયાએ બનાવી લીધી બીજી કોરોના રસી 


આ મહત્વના સ્ટડીના લીડ લેખક પ્રોફેસર ડેવિડ થોમસ છે અને તેનું ટાઈટલ  'The measurement of mouthwash anti-viral activity against Covid-19' છે. તેમનું કહેવું છે કે આ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ કરવા અંગે અમે ખુબ ઉત્સાહિત છીએ. કેટલાક લખાણના અભ્યાસથી અમને જાણવા મળ્યું છે કે માઉથવોશની પોઝિટિવ અસર કે જે કોવિડ-19ના ફેલાવાને અટકાવવામાં ભાગ ભજવી શકે છે તેના પર વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જોઈએ. 


અત્રે જણાવવાનું કે મે મહિનામાં કેટલાક વૈજ્ઞાનિકોના સમૂહે આ મુદ્દે તાત્કાલિક રિસર્ચ હાથ ધરવાની ભલામણ કરી હતી. કેટલાક વિશેષજ્ઞોએ દાવો કર્યો હતો કે iodine માઉથવોશ કોવિડ-19નો નાશ કરી શકે છે અને જો કોઈના પર જોખમ તોળાતું હોય તો તેની અસર ઓછી કરી શકે છે કે બચાવી શકે છે. સ્પેનની University of Santiago de Compostelaના રિસર્સર્સેના જણાવ્યાં મુજબ કોવિડ-19ના દર્દીઓના એક નાના જૂથ પર ટેસ્ટિંગ કરતા તેમણે જાણ્યું કે માઉથવોશના ઉપયોગથી તેમના મોઢાની લાળમાં રહેલા કોરોના વાયરસની સંખ્યામાં ઘટાડો થયો. 


કોરોના વાયરસ સામેની લડતમાં 'લીમડો' બનશે મહત્વનું હથિયાર!


અન્ય એક દાવો!
તાજેતરમાં જ એક અન્ય અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસની સંખ્યા બજારમાં ઉપલબ્ધ માઉથવોશના ઉપયોગથી ઘટાડી શકાય છે. જર્નલ ઓફ ઈન્ફેક્શિયસ ડિસિઝમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આવા માઉથવોશથી કોગળા કરવાથી મોઢા અને ગળામાં રહેલા વાયરસની સંખ્યા ઘટી શકે છે અને એવી શક્યતા પણ રહેલી છે કે કોવિડ-19ના પ્રસારના જોખમને ઓછું કરી શકે છે. 


જો કે અભ્યાસમાં ચેતવણી પણ ઉચ્ચારાઈ હતી કે માઉથવોશ કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે પૂરતું નથી કે તે કોરોના વાયરસના સંક્રમણથી સંપૂર્ણપણે બચાવતું નથી. રિસર્ચર્સે કહ્યું કે પરિણામ એ વિચારનું સમર્થન કરે છે કે કોગળા કરવાથી લાળમાં રહેલા વાયરસના કણ ઘટે છે અને તેનાથી સાર્સ-સીઓવી-2નો પ્રસાર ઘટે છે. આ અભ્યાસ હાથ ધરાયો છે. 


D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ 


જર્મનીની રૂહ્ર યુનિવર્સટી બોચમના રિસર્ચર્સે કહ્યું કે કોવિડ-19ના કેટલાક દર્દીઓના ગળા અને મોઢામાં વાયરસના કણ કે વાયરલ લોડની ખુબ વધારે માત્રા જોવા મળી શકે છે. તેમનું માનવું છે કે અભ્યાસના પરિણામ સંક્રમણના આ પ્રકારના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે અને શક્ય છે કે દંત ચિકિત્સા માટે પ્રોટોકોલ વિક્સિત કરવામાં મદદગાર થઈ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube