કોરોના વાયરસ સામેની લડતમાં 'લીમડો' બનશે મહત્વનું હથિયાર!

કોરોના મહામારી (Corona virus)  સામેની લડતમાં લીમડો (Neem)  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની ટીમ એ માહિતી મેળવવામાં લાગી છે કે શું લીમડાના ગુણ વાયરસના ખાતમામાં કામ આવી શકે છે.
કોરોના વાયરસ સામેની લડતમાં 'લીમડો' બનશે મહત્વનું હથિયાર!

નવી દિલ્હી: કોરોના મહામારી (Corona virus)  સામેની લડતમાં લીમડો (Neem)  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની ટીમ એ માહિતી મેળવવામાં લાગી છે કે શું લીમડાના ગુણ વાયરસના ખાતમામાં કામ આવી શકે છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિય્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)એ આ માટે નિસર્ગ હર્બ્સ(Nisarga Herbs) નામની કંપની સાથે હાથ મિલાવ્યાં છે. AIIAના જણાવ્યાં મુજબ હરિયાણાના ફરીદાબાદના ESIC હોસ્પિટલમાં એ માહિતી મેળવવા માટે હ્યુમન ટ્રાયલ કરવામાં આવસે કે લીમડો કોરોના સામે લડવામાં કેટલો કારગર છે. અત્રે જણાવવાનું કે નિસર્ગ એઆઈઆઈએ સાથે કામ કરનારી પહેલી ભારતીય આયુર્વેદ કંપની છે. 

AIIAના ડાઈરેક્ટર ડો.તનુજા નેસારીને આ અનુસંધાનના પ્રમુખ પરીક્ષણકર્તા તરીકે નિયુક્ત કરાયા છે. તેમની સાથે જ ESIC હોસ્પિટલના ડીન ડો.અસીમ સેનની દેખરેખમાં 6 ડોક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ 250 લોકો પર પરીક્ષમ કરીને એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે કે લીમડાના ગુણકારી તત્વો કોરોના વાયરસનું સંક્રમણ રોકવામાં કેટલા કારગર છે. 

પહેલી હ્યુમન ટ્રાયલની તૈયારી સાત ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. ટ્રાયલને બે પ્રકારે અંજામ આપવામાં આવશે. અભ્યાસમાં સામેલ 250 લોકોમાથી 125 લોકોને નિસર્ગની કેપ્સ્યૂલ આપવામાં આવશે. જ્યારે બાકીના 125ને ખાલી કેપ્સ્યૂલ આપવામાં આવશે. તમામ લોકોને 28 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ત્યારબાદ હવે જોવામાં આવશે કે નિસર્ગ કેપ્સ્યૂલનું સેવન કરનારામાં બીજા લોકોની અપેક્ષાએ શું ફેરફાર આવ્યાં. 

આ અંગે વાત કરતા નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઈઓ ગિરીશ સોમને કહ્યું કે આયુર્વેદ ફોર્મ્યુલાથી ક્લિનિકલ ટ્રાયલ કરનારી અનેક મોટી કંપનીઓ હોઈ શકે છે. પરંતુ નિસર્ગ ભારતની ટોચની આયુર્વેદ સંસ્થાનના સહયોગથી પોતાના ફંડ દ્વારા આ પરીક્ષણનું સંચાલન કરનારી પહેલી મેન્યુફેક્ચરર છે. તેમણે વધુમાં કહ્યું કે અખિલ ભારીય આયુર્વેદ સંસ્થાન આધુનિક રીતે આયુર્વેદ પર શોધ કરવા માટે જાણીતી છે. આપણો લીમડો એક પ્રભાવી એન્ટીવાયલ સાબિત થશે. અમે તેને દવા તરીકે રજુ કરવા ભવિષ્યના રિસર્ચ માટે ફંડિંગ શોધી રહ્યાં છીએ. 

આ બાજુ ટ્રાયલમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડોક્ટર મોહિનીએ કહ્યું કે લીમડો એક પ્રસિદ્ધ એન્ટીવાયરલ છોડ છે. જેનો ઉપયોગ આયુર્વેદમાં તાવ, દાદર, વાયરસ જેવા વિભિન્ન રોગમાં થાય છે. આ સાથે જ પોતાના ગુણોના કારણે લોહીને શુધ્ધ કરવા માટે પણ તેનો ઉપયોગ ખાય છે. લીમડામાં અનેક ગુણકારી તત્વો છે. આથી અમે આશા કરીએ છીએ કે તે કોરોના સામે લડતમાં એક મહત્વપૂર્ણ હથિયાર સાબિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news