Pomegranate: દાડમના આ ફાયદા વિશે જાણી તમે પણ રોજ પીવા લાગશો દાડમનું જ્યૂસ
Pomegranate: દાડમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભકારી ફળ છે. તેને નિયમિત ખાઈ શકાય છે. દાડમ ખાવાથી કે તેનું જ્યૂસ પીવાથી કેટલીક બીમારીઓથી બચી પણ શકાય છે. દાડમના આ ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.
Pomegranate: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દરેક સિઝનલ ફ્રુટ ખાવું જોઈએ. કેટલાક ફળ એવા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે આવા ફળમાંથી એક દાડમ પણ છે. મોટાભાગે હેલ્ધી ફ્રુટમાં લોકો સફરજન, પપૈયું, કેળાને ગણે છે પરંતુ દાડમ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. દાડમથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે ઓછા લોકો જાણે છે. આજે તમને દાડમ ખાવાથી થતા લાભ વિશે જણાવીએ. આ લાભ વિશે જાણીને તમે પણ કાલથી જ દાડમ ખાવાની શરૂઆત કરી દેશો તે નક્કી.
આ પણ વાંચો: Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાથી પણ રાહત મળશે
દાડમમાં વિટામિન એ અને આયરનની સાથે વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. દાડમ એવું ફળ છે જે આખું વર્ષ બજારમાં મળે છે પરંતુ સૌથી વધારે દાડમ શિયાળામાં જોવા મળે છે. શિયાળા દરમિયાન રોજ એક દાડમ ખાઈ લેવાથી શરીર સ્વસ્થ રહે છે. તમે દાડમનો જ્યુસ બનાવીને પણ પી શકો છો. દાડમનો જ્યુસ સ્વાદિષ્ટ પણ હોય છે અને તે ઝડપથી ફાયદો કરે છે. દાડમનો જ્યુસ ઘરે સરળતાથી કાઢી પણ શકાય છે.
આ પણ વાંચો: Water: પાણી પીવું સારું એમ માની જરૂર કરતાં વધારે પાણી પીશો તો થશો હેરાન
જો તમે બજારમાંથી એક સાથે વધારે દાડમ લઈ આવો છો તો તેને ફોલીને ખાવામાં આળસ પણ થઈ જાય છે. પરંતુ દાડમનો જ્યુસ કાઢીને પીવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. નિયમિત રીતે એક ગ્લાસ દાડમનો જ્યુસ પી લેવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
દાડમનો જ્યુસ પીવાથી થતા ફાયદા
આ પણ વાંચો: રોજ સવારે સંધિ મુદ્રા કરવાથી સાંધાના દુખાવા, આર્થરાઇટિસમાં થઈ શકે છે ફાયદો
દાડમના એટલા બધા ફાયદા છે કે દરેક બીમારીની દવા તરીકે તમે તેને ખાઈ શકો છો. રિસર્ચ અનુસાર દાડમમાં એવા તત્વો પણ હોય છે જે કેન્સર વિરોધી છે અને શરીરના સોજા દૂર કરે છે. જે લોકોને હિમોગ્લોબિન ઓછું હોય કે આયરન ઓછું હોય તેમણે નિયમિત એક ગ્લાસ દાડમનો જ્યુસ અથવા તો એક દાડમ ખાવું જોઈએ.
આ પણ વાંચો: કોલ્ડવેવ ફેફસા પર કરે છે ખરાબ અસર, હાડ ધ્રુજાવતી ઠંડીમાં સેફ રહેવા ફોલો કરો આ ટીપ્સ
દાડમ ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે અને યુટીઆઈ, અપચો અને કબજિયાત જેવી સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. નિયમિત રીતે દાડમનો જ્યુસ પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને ચહેરાની ચમક પણ વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)