Water: પાણી પીવું સારું એમ માની જરૂર કરતાં વધારે પાણી પીશો તો થશો હેરાન, પાણી પણ કરે ગંભીર નુકસાન
Water Side Effects: પાણી પીવું જરૂરી છે. રોજ પુરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીરની ઘણી સમસ્યાઓ દુર થઈ શકે છે. પરંતુ જો વધારે પ્રમાણમાં પાણી પીવામાં આવે તો તેનાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.
Trending Photos
Water Side Effects: પાણી છે તો જીવન છે. પરંતુ પાણી પણ શરીર માટે નુકસાનકારક બની શકે છે. હેલ્ધી રહેવા માટે રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ જો તેનાથી વધારે પાણી પીવામાં આવે તો તબિયત ખરાબ પણ થઈ શકે છે. વધારે પાણી પીવામાં આવે તો શરીર કેટલાક સંકેત પણ આપે છે.
શરીર હાઈડ્રેટેડ રહે તે માટે પાણી પીવું જરૂરી છે. પરંતુ શરીરની જરૂરીયાત કરતાં વધારે પાણી પીવું શરીર માટે નુકસાનકારક છે. જો વધારે પાણી પીવામાં આવે તો શરીરમાં જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સની ઊણપ સર્જાય જાય છે.
વધારે પાણી પીવાથી થતા નુકસાન
- જરૂર કરતાં વધારે પાણી પીવું શરીર માટે ગંભીર સમસ્યા બની શકે છે. વધારે પાણી પીવાથી શરીરના જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ ઘટવા લાગે છે. વધારે પાણી પીવાથી હાઈપોનેટ્રેમિયાની સ્થિતિ સર્જાય છે જે રક્તમાં સોડિયમનું સ્તર ઘટાડી શકે છે.
- સોડિયમ એક મહત્વપૂર્ણ ઈલેક્ટ્રોલાઈટ છે જે શરીરના ટ્રાફિક ગાર્ડની ભૂમિકા ભજવે છે. તેની મદદથી જ શરીરમાં પાણી વિતરિત થાય છે. પરંતુ આ સિસ્ટમ ખરાબ થઈ શકે છે જ્યારે જરૂર કરતાં વધુ પાણી પી લેવામાં આવે.
- વધારે પાણી પીવાથી પેશાબનો રંગ એકદમ સાફ દેખાવા લાગે છે. આ સિવાય દિવસમાં 6 થી 8 વખત વોશરુમ જવું પડે છે. આવું થાય તો તેનો વોર્નિંગ સાઈન સમજો.
- વધારે પાણી પીવાથી પેટ ફુલેલું રહે છે અને ઉલટીઓ થાય છે. આ સિવાય માથાનો દુખાવો પણ થઈ શકે છે. કારણ કે શરીરમાંથી સોડિયમ ઓછું થઈ જાય છે. આ સમસ્યા ન થાય તે માટે જરૂરી છે કે મર્યાદિત માત્રામાં પાણી પીવામાં આવે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે