Cold Wave: કોલ્ડવેવ ફેફસા પર કરે છે ખરાબ અસર, હાડ ધ્રુજાવતી ઠંડીમાં સેફ રહેવા ફોલો કરો આ ટીપ્સ
Cold Wave Effect on Lungs: શિયાળામાં પ્રદુષણની સાથે ઠંડી હવા એટલે કે કોલ્ડવેવનો પણ પ્રકોપ વધી જાય છે. કોલ્ડવેવ શરીર અને ખાસ કરીને ફેફસા પર ખરાબ અસર કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કોલ્ડવેવમાં સ્વસ્થ કેવી રીતે રહેવું.
Trending Photos
Cold Wave Effect on Lungs: શિયાળાની શરુઆત થઈ ચુકી છે અને આ સમયે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે. આગામી દિવસોમાં કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. ઠંડીની ઋતુમાં સમસ્યા એટલા માટે પણ વધી જાય છે કે આ સીઝનમાં પ્રદૂષણ પણ વધારે હોય છે. પ્રદૂષણ અને કોલ્ડવેવ બંને ફેફસા માટે ખરાબ છે. આ સમય જો બચાવ માટે ઉપાય કરવામાં ન આવે તો કોલ્ડવેવની ખરાબ અસર ફેફસા પર પડે છે.
કોલ્ડવેવની ફેફસા પર અસર
શિયાળામાં વાતાવરણમાં પ્રદૂષણ હાનિકારક કણોથી ભરપુર હોય છે. આ પ્રદૂષણ ફેફસાને અસર કરે છે. ઠંડી હવાના કારણે પણ શરદી, ઉધરસ અને શ્વાસની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમના માટે આ સમય મુશ્કેલીભર્યો હોય શકે છે. ઠંડી હવા અને પ્રદૂષણના કારણે નિમોનિયા, બ્રોન્કાઈટિસ, અસ્થમા જેવી તકલીફ થઈ શકે છે. આ તકલીફોથી બચવું હોય તો શિયાળામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
કોલ્ડવેવમાં કેવી રીતે રહેવું સુરક્ષિત ?
1. જ્યારે પણ બહાર જવાનું થાય તો ગરમ કપડા પહેરો. ડબલ લેયર્સ કપડા પહેરવા જેથી શરીરને ગરમી મળે અને ઠંડી હવાથી બચી શકાય.
2. ઘરમાંથી બહાર જતી વખતે ચહેરા અને નાકને માસ્ક અને સ્ફાર્ફથી ઢાંકો જેથી ઠંડી હવા ડાયરેક્ટ ફેફસા પર એટેક ન કરે.
3. રોજ થોડી મિનિટ માટે વ્યાયામ કરો, યોગ અથવા તો વોક કરો જેથી શરીરમાં બ્લડ સર્કુલેશન બરાબર થતું રહે. તેનાથી ફેફસા પણ મજબૂત થશે.
4. શિયાળામાં પણ પાણી પીતા રહેવું. ઘણા લોકો શિયાળામાં ઓછું પાણી પીવે છે. જેનાથી શરીરને નુકસાન થાય છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવું શિયાળામાં પણ જરૂરી છે.
5. શિયાળામાં ફેફસા સ્વસ્થ રહે તે માટે દર થોડા દિવસે સ્ટીમ લેવી. જેથી બેક્ટેરિયા અને જર્મ્સનો નાશ થતો રહે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે