Dry Fruits: પાણી કે દૂધ ? ડ્રાયફ્રુટને કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી વધારે ફાયદો થાય ?
Dry Fruits: ડ્રાયફ્રુટ ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે. સવારે ખાલી પેટ પલાળેલા ડ્રાયફ્રુટ ખાવામાં પણ આવે છે. પરંતુ આ ડ્રાયફ્રુટ પાણીમાં પલાળવા જોઈએ કે દૂધમાં ? આજે તમને જણાવીએ તેની સાચી અને વધારે ફાયદો કરતી રીત.
Dry Fruits: શિયાળો શરૂ થતા જ લોકો ડ્રાયફ્રુટ વધારે ખાવા પર ભાર મૂકે છે. સવારના સમયે ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપવામાં આવે છે. ડ્રાયફ્રુટની તાસીર ગરમ હોય છે અને તે પોષક તત્વથી ભરપૂર હોય છે. તેને ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. બદામ, અંજીર, અખરોટ જેવા ડ્રાયફ્રુટને રાત્રે પલાળીને સવારે ખાવાથી સ્વાસ્થ્યને સૌથી વધુ ફાયદા મળે છે. પરંતુ ડ્રાયફ્રુટને પાણીમાં પલાળીને ખાવા જોઈએ કે દૂધમાં પલાળીને એ પ્રશ્ન હંમેશા રહે છે. આજે તમને જણાવીએ ડ્રાયફ્રુટને કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી તે વધારો ફાયદો કરે છે.
પાણીમાં પલાળવાના ફાયદા
આ પણ વાંચો: Pomegranate: દાડમના આ ફાયદા વિશે જાણી તમે પણ રોજ પીવા લાગશો દાડમનું જ્યૂસ
ડ્રાયફ્રુટને પાણીમાં પલાળો છો તો તે સોફ્ટ થઈ જાય છે. તેનું પાચન પણ સરળ થઈ જાય છે અને તેની અંદરના એસિડ પણ ઘટી જાય છે. ડ્રાયફ્રુટને પલાળવાથી તેના પોષક તત્વો સારી રીતે શરીર એબ્સોર્બ કરી શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી માટે પલાળેલા ડ્રાયફ્રુટ ફાયદાકારક હોય છે તેનાથી સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાથી પણ રાહત મળશે
દૂધમાં પલાળવાના ફાયદા
જો તમે ડ્રાયફ્રુટને દૂધમાં પલાળો છો તો ઘણા બધા પોષક તત્વોનું સમાગમ થઈ જાય છે. દૂધમાં પલાળેલા ડ્રાયફ્રુટથી પ્રોટીન કેલ્શિયમ ફાઇબર મિનરલ્સ મળે છે. જેના કારણે ફાઇબરનું ડાયજેશન પણ સુધરી જાય છે. જે લોકોને આંતરડાનું સ્વાસ્થ્ય સુધારવું હોય તેમણે દૂધમાં પલાળેલા ડ્રાયફ્રુટ લેવા જોઈએ.
આ પણ વાંચો: Water: પાણી પીવું સારું એમ માની જરૂર કરતાં વધારે પાણી પીશો તો થશો હેરાન
દૂધ કે પાણી વધારે સારું શું ?
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે દરેક માણસની જરૂરિયાત અલગ અલગ હોય છે. ડ્રાયફ્રુટને પાણીમાં પલાળવા કે દૂધમાં પલાળવા તે વ્યક્તિના શરીર અને તેના શરીરને જરૂરિયાતો પર આધાર રાખે છે. પાણીમાં પલાળવાથી ડાયજેશન સારું થાય છે અને સુગર કન્ટેન્ટ ઘટાડી શકાય છે. ડ્રાયફ્રુટને દૂધમાં પલાળવાથી તેમાં ઘણા બધા પોષક તત્વો કમ્બાઇન્ડ થઈ જાય છે. પરંતુ કેલેરી વધી પણ શકે છે. જો તમે કેલેરી ઓછી લેવા માંગો છો તો ડ્રાયફ્રુટને પાણીમાં પલાળવા. જો તમે શરીરની શક્તિ વધારવા માંગો છો તો ડ્રાયફ્રૂટને દૂધમાં પલાળવા.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)