સાવધાન ! આ વસ્તુનું વધુ સેવન ઇમ્યૂન સિસ્ટમને કરી દેશે નબળી
કોરોના વાયરસ (Corornavirus)ની સારવાર તો હજુ સુધી તો મળી નથી પરંતુ લોકો તેનાથી બચવા માટે હવે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા (Immunity) વધારવા તરફ ધ્યાન આપવા લાગ્યા છે. લોકો હવે ઇમ્યૂનિટી વધારનાર ભોજન તરફ વળ્યા છે.
લંડન: કોરોના વાયરસ (Corornavirus)ની સારવાર તો હજુ સુધી તો મળી નથી પરંતુ લોકો તેનાથી બચવા માટે હવે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા (Immunity) વધારવા તરફ ધ્યાન આપવા લાગ્યા છે. લોકો હવે ઇમ્યૂનિટી વધારનાર ભોજન તરફ વળ્યા છે. પરંતુ ભોજનનો જીવ કહેવાતા મીઠા (Salt) વિશે જે રિસર્ચ સામે આવ્યું છે તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ભોજનમાં વધુ મીઠાના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ નબળી થઇ જાય છે અને તેનાથી તમારા શરીરને બેક્ટેરિયા સામે સંક્રમણથી લડવામાં મુશ્કેલી પડે છે.
1 જૂનથી આખો દેશ થશે અનલોક, આ મામલે બિલકુલ અલગ છે Lockdown 5.0
સાયન્સ ટ્રાંસલેશન મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, શોધકર્તાઓએ ઉંદરને વધુ મીઠાવાળું ભોજન ખવડાવ્યું અને તેમાં ઘણા ગંભીર બેક્ટીરિયલ ઇન્ફેક્શન મળી આવ્યા. જે લોકો દરરોજ 6 ગ્રામથી વધુ મીઠાનું સેવન કર્યું હતું તેમાં પણ સ્પષ્ટ પ્રતિરક્ષાનો ઘટાડો જોવા મળ્યો છે.
30 જૂન સુધી વધારવામાં આવ્યું Lockdown, ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું ખુલશે, શું બંધ રહેશે
એક દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઇએ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની ભલામણો અનુસાર વયસ્કોએ એક દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઇએ. આ માત્ર લગભગ એક ટી સ્પૂન બરાબર છે. જર્મનીના બોન યુનિવર્સિટીના શોધકર્તા ક્રિશ્વિયન કુર્ટ્સનું કહેવું છે- 'હવે અમે પહેલીવાર સાબિત કરી શક્યા છીએ કે વધુ મીઠાનું સેવન ઇમ્યૂનિટી સિસ્ટમને નબળી કરી દે છે. શોધકર્તાઓના અનુસાર આ પરિણામ અપ્રત્યાશિત છે કારણ કે કેટલા અધ્યયન તેના વિપરિત ઇશારો કરે છે.
ચીનની વિરૂદ્ધ જંગમાં ઉતર્યા 3 idiotsના અસલી હીરો, 'ડ્રૈગન'ની કમર તોડવાનો બતાવ્યો પ્લાન
Wurzburg યૂનિવર્સિટીથી અધ્યયનના પ્રમુખ લેખક Katarzyna Jobinનું કહેવું છે કે અમે ઉંદરમાં લિસ્ટેરિયા સંક્રમણ દ્વારા આ બતાવવામાં સક્ષમ હતા. અમે પહેલાં તેમાંથી કેટલાકને વધુ મીઠાવાળા આહાર પર રાખ્યા હતા. આ જાનવરોની પ્લીહા અને લીવરમાં અમને 100 થી 1000 ગણા રોગ પેદા કરનાર રોજજનક જોવા મળ્યા.
લિસ્ટેરિયા તે બેક્ટેરિયા છે જે દૂષિત ભોજનમાં જોવા મળે છે અને તાવ, ઉલટી અને સેપ્સિસનું કારણ બની શકે છે. વધુ મીઠાવાળું ખાનાર ઉંદરના યૂરિનરી ટ્રેકના સંક્રમણ પણ ખૂબ ધીમે ઠીક થયા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube