નવી દિલ્હી: નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બોલીવુડ ડ્રગ કેસમાં બુધવારે મુંબઈના સૌથી મોટા ડ્રગ ડીલર(Drug Dealer) આઝમ શેખ જુમ્મનના ઘરે દરોડો માર્યા બાદ તેની અટકાયત કરી. મુંબઈના લોખંડવાલાના મિલ્લત નગરમાં મરાયેલી આ રેડમાં એનસીબીના અધિકારીઓએ લગભગ 5 કિલોગ્રામ મલાના ક્રીમ(Malana Cream), એક્સટેસી ટેબ્લેટ્સ, અને 14 લાખ રૂપિયા કેશ જપ્ત કર્યા. પોલીસના જણાવ્યાં મુજબ ધરપકડ કરાયેલી વ્યક્તિ હિમાચલ પ્રદેશથી સીધુ ડ્રગ્સ લાવતી હતી અને ત્યારબાદ તેને મોટા ડીલરોનો સપ્લાય કરાતું હતું. હવે અમે તમને આ મલાના ક્રીમ વિશે જણાવીએ છીએ. જે ચરસનો એક પ્રકાર જ છે, દુનિયાભરમાં તેની ખુબ ડિમાન્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલાના ક્રીમને સામાન્ય રીતે મલાના ક્રીમ કે મલાના ચરસ તરીકે ઓળખવામાં આવે છે. ભારત બહાર અનેક દેશોમાં તેને 'કાળા સોના'(Black Gold)  તરીકે પણ ઓળખાય છે. મલાના ગામમાં હેશની ખેતી થાય છે. આથી ત્યાં અનેક પર્યટકો પણ પહોંચે છે. 


Divya Bhatnagar ના નિધન પર આ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જુઓ VIDEO


અહીંથી આવે છે મલાના ક્રીમ
'મલાના ક્રીમ' ચરસ કે હેશ કે હશીશ. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મલાના ઘાટીથી આવે છે. ચરસને હિમાચલ પ્રદેશમાં ભાંગ પણ કહે છે. આ એક એવી પ્રજાતિ છે કે જે કેનબિસ(cannabis)ના છોડમાંથી મળે છે. તે ઘાટીમાં પ્રાકૃતિક રીતે વધે છે અને ગેરકાયદેસર રીતે પણ તેની ખેતી થાય છે. ઘાટીમાં ફક્ત એક જ ગામ મલાનામાં હેશનું ઉત્પાદન થાય છે. અહીં પેદા થયેલી હેશ સામાન્ય રીતે રાજ્યના અન્ય ભાગોમાંથી ઉગતી હેશની સરખામણીમાં વધુ ચીકણી હોય છે અને આથી તેને મલાના ક્રીમ કહે છે. 


Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન પર Sunny Deol નું મોટું નિવેદન, જાણો શું કહ્યું?


મલાના ક્રીમની આ છે ખાસિયત
કેનબિસ પ્લાન્ટમાં કેનાબિનોઈડ્સ નામના અનેક રસાયણિક યૌગિક હોય છે. જેમાંથી ટેટ્રાહાઈડ્રોકેનાબિનોલ(THC) પ્રાથમિક સાઈકોએક્ટિવ ઘટક છે જે હાઈ સેન્સેશન પેદા કરે છે.


THC ના નીચલા સ્તરવાળા છોડનો ઉપયોગ ઈન્ડસ્ટ્રિયલ અને બિન ઔષધિય વસ્તુઓ જેમ કે રસ્સી, કાગળ, ટેક્સટાઈલ વગેરે બનાવવામાં થાય છે. જ્યારે સીબીડી (કેનબિડિઓલ) નામના અન્ય એક કેનબિનોઈડના ઉચ્ચ સ્તરવાળા છોડનો ઉપયોગ ઔષધિઓમાં થાય છે. 


Bollywood Drugs Case: જાણિતા હેર આર્ટિસ્ટ સૂરજ ગોદાંબે પર NCBનો સકંજો, મળી આવ્યું કોકેઇન


મલાના ક્રીમ હેશ દુનિયાભરમાં પોતાની સારી ક્વોલિટી માટે જાણીતું છે. તેની તેજ સુગંધ, વધતું THC લેવલ તેને આખી દુનિયામાં તેના ઉપયોગ કરનારા લોકો વચ્ચે લોકપ્રિય બનાવે છે. છોડના અર્કમાં THCનો એક ઊંચો રેશિયો મનોરંજક દવાના ઉપયોગ માટે જરૂરી છે અને  Malana Cream માં THC લેવલ ખુબ સારું હોય છે. જેનાથી તે વધુ શક્તિશાળી બને છે. સામાન્ય રીતે વધુ શક્તિશાળી હેશ ઓઈલ મેળવવા માટે છોડને હાથથી રગડીને રાળ કાઢવામાં આવે છે. 


આ ઉપરાંત મલાનાના ચરસમાં સ્વાદમાં કઈંક અન્ય વિશેષતાઓ પણ છે. જેની પાછળ ઘાટીની અનોખી જળવાયુ પરિસ્થિતિઓ પણ જવાબદાર છે. 


Zee Rishtey Awards 2020: અંકિતા લોખંડેએ અર્ચના બનીને સુશાંત સિંહ રાજપૂતને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO


મલાના ક્રીમની કિંમત
પોલીસના જણાવ્યાં મુજબ પ્રોડક્ટની શુદ્ધતા અને વેચાણની જગ્યાના આધારે વાત કરીએ તો ભારતમાં મલાના ક્રીમની જાતો સામાન્ય રીતે 1500 રૂપિયાથી 8000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે વેચાય છે. 


દુનિયામાં તેની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તે એમ્સ્ટર્ડમના કૈફેમાં વેચાતા હેશના સૌથી મોંઘા રૂપમાંથી એક છે. મલાના ક્રીમ ત્યાં 250 USD (18 હજાર રૂપિયા) પ્રતિ 11.4 ગ્રામ વેચાય છે. 


જો કે NDPS કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ 1985 મુજબ ભારતમાં મલાના ક્રીમ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. આ અધિનિયમ હેઠળ તમે કોઈ પણ નશીલા પદાર્થનું ઉત્પાદન, નિર્માણ, વેચાણ, ખરીદી, પરિવહન, સ્ટોરેજ કે ઉપયોગ કરી શકો નહીં. તેમાં મલાના ક્રીમ હેશ ડ્રગ કે સાઈકોટ્રોપિક પદાર્થ સામેલ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube