નવી દિલ્હી: એક યુવતીને બંધક બનાવી 4 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલો દિલ્હીની અમર કોલોનીનો છે. યુવતીની ફરિયાદ પર દિલ્હી પોલીસે આઇપીસી કલમ 376 D, 377 અને 506 અંતર્ગત કેસ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને આરોપી સગા ભાઇ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ, જુઓ VIDEO


સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય પીડિતા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે. પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, પારિવારીક ઝગડાથી કંટાળી પીડિતા ઘરથી ભાગી 16 મેના રોજ દિલ્હી આવી ગઇ હતી. તેણે તેના નિવેદનમાં કહ્યું કે, દિલ્હી પહોંચ્યા બાદ તે એક દિવસ નિઝામુદ્દીન વિસ્તારમાં રહી હતી. ત્યારબાદ તે રિક્ષા કરી લાજપત નગર પહોંચી હતી.


વધુમાં વાંચો:- બાલાકોટ બાદ પાકિસ્તાન આપણા એર સ્પેસમાં ઘૂસી શક્યું નથી, LoC પાર ન કરી શક્યું-IAF પ્રમુખ


સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને આપેલા નિવેદનમાં પીડિત યુવતીએ જણાવ્યું હતું કે, લાજપત નગર પહોંચ્યા બાદ તે ચા પીવા એક દુકાન પહોંચી હતી. તે દરમિયાન દુકાન ચલાવતી મહિલા સાથે તેની કામને લઇને વાત થઇ હતી. દુકાન ચલાવતી મહિલાએ તેને તે વિસ્તારમાં કામ અપાવવાનો વાયદો કર્યો હતો. પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, દુકાન ચલાવતી મહિલાએ તેના પ્રત્યે સહાનુભૂતિ દેખાડી અને તેને પોતાના ઘરમાં રાત્રી રોકાણ કરવા માટે કહ્યું હતું.


વધુમાં વાંચો:- બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ


પીડિતાએ જણાવ્યા અનુસાર, રાત્રે દુકાન ચલાવતી મહિલાના બે પુત્ર ઘરે પહોંચી ગયા. જેમણે એક પછી એક યુવતી સાથે દુષ્કર્મ અને અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધ્યો. આરોપ છે કે, આરોપીઓએ યુવતીનું સતત ચાર દિવસ સુધી શારીરિક શોષણ કરતા રહ્યાં હતા. તે વચ્ચે એક દિવસ પીડિતા તક મેળવી ઘરથી ભાગવામાં સફળ થઇ ગઇ હતી. તેણે પાડોસીઓને પોતાની આપવીતી જણાવી હતી.


વધુમાં વાંચો:- ઇતિહાસમાં 24 જૂનનો કંઇક આવો છે દિવસ, જાણો 10 મહત્વપૂર્ણ ઘટનાઓની વિગતો


સૂત્રોના જણાવ્યા અનુસાર, પાડોસીઓએ જાણ કરતા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે બંને આરોપી ભાઇઓની ધરપકડ કરી લીધી છે. અમર કોલોની સ્ટેશન પોલીસે આરોપીઓ સામે 376 D, 377 અને 506 અંતર્ગત કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ હજુ ચાલી રહી છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...