બાલાકોટ બાદ પાકિસ્તાન આપણા એર સ્પેસમાં ઘૂસી શક્યું નથી, LoC પાર ન કરી શક્યું-IAF પ્રમુખ

પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના બાલાકોટ એર સ્ટ્રાઈક મુદ્દે પહેલીવાર ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆએ ખુલીને નિવેદન આપ્યું.

બાલાકોટ બાદ પાકિસ્તાન આપણા એર સ્પેસમાં ઘૂસી શક્યું નથી, LoC પાર ન કરી શક્યું-IAF પ્રમુખ

નવી દિલ્હી: પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના બાલાકોટ એર સ્ટ્રાઈક મુદ્દે પહેલીવાર ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆએ ખુલીને નિવેદન આપ્યું અને પાકિસ્તાનના દાવા ફગાવ્યાં. તેમણે કહ્યું કે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન આપણી એરસ્પેસમાં ઘૂસી શક્યું નથી. 

ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય તેમના આતંકી કેમ્પો પર હુમલો કરવાનો હતો  પરંતુ તેમનો હેતુ આપણા સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાનો હતો. અમે અમારા સૈન્ય લક્ષ્યને હાંસલ કર્યો. તેમની તરફથી નિયંત્રણ રેખા પાર કરીને આપણા વિસ્તારમાં કોઈ ઘૂસી શક્યું નથી. 

જુઓ LIVE TV

26 જાન્યુઆરીના રોજ થયેલી બાલાકોટ સ્ટ્રાઈક બાદ ઊભી થયેલી સ્થિતિ પર બોલતા તેમણે કહ્યું કે અમે તેના બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગર એરસ્પેસને 2-3 કલાક માટે બંધ કર્યો હતો. જો કે આ તણાવની અસર બાકી નાગરિક ઉડ્ડયન પર થવા દીધી નહીં. કારણ કે આપણી અર્થવ્યવસ્થા ખુબ મોટી અને મજબુત છે. પાકિસ્તાને પોતાનો એરસ્પેસ બંધ રાખ્યો છે તો તે તેમની સમસ્યા છે. આપણી અર્થવ્યવસ્થા વાઈબ્રન્ટ છે અને તેમાં એર સ્ટ્રાઈકની ખુબ મહત્વની ભૂમિકા છે. આથી તમે પણ જોયું હશે કે એરફોર્સે ક્યારેય સિવિલ એરટ્રાફિક બંધ કર્યો નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news