બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ

બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

Updated By: Jun 24, 2019, 12:31 PM IST
બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ

નવી દિલ્હી: બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે. ત્રણેય સરકારને 7 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવાની રહેશે. કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 10 દિવસ પછી યોજાશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઇની એક વેકેશન બેન્ચે વકિલ મનોહર પ્રતાપની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.

વધુમાં વાંચો:- ઇતિહાસમાં 24 જૂનનો કંઇક આવો છે દિવસ, જાણો 10 મહત્વપૂર્ણ ઘટનાઓની વિગતો

વાસ્તવિકતામાં આ અરજીમાં મજગના તાવને લઇને બિહાર સરકારની બેદરકારીનો આરોપ લગાવતા કેન્દ્ર સરકારને નિષ્ણાતોની એક મેડિકલ બોર્ડની રચના કરવા અને તેને તત્કાલ બિહારના મુઝફ્ફરપુર તેમજ અન્ય પ્રભાવિત વિસ્તારોમાં મોકલવાનો આદેશ કરવાની માગ કરી છે.

વધુમાં વાંચો:- શિવસેનાએ અમેરિકાને આપી ચેતવણી, 'ભારતની આંતરિક બાબતોમાં ચંચૂપાત કરવાનું બંધ કરો'

આ ઉપરાંત કેન્દ્ર અને બિહાર સરકારના 500 આઇસીયૂ એવા 100 મોબાઇલ આઇસીયૂ મોકલવાનો આદેશ પણ કર્યો છે. જો કે, નિષ્ણાતો સાથે સજ્જ જે દૂરના વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સારવાર આપી શકે છે. સાથે જ બિહાર સરકારને ખાસ પરિસ્થિતિઓનું ધ્યાન રાખવા એક આદેશ આપવાનો આદેશ કરવાની માગ કરવામાં આવી છે. જેમાં પ્રભાવિત વિસ્તારોના ખાનગી હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરવાનું કહેવામાં આવે.

વધુમાં વાંચો:- વારંવાર દીકરીને કર્યો ફોન, પરંતુ ના થયો રિસીવ, સવારે આવ્યા મોતના સમાચાર

અરજીમાં માત્ર બિહાર અને કેન્દ્ર સરકાર માટે જ આદશની માગ ન હતી પરંતુ ઉત્તર પ્રદેશ સરકારને પણ આ બિમારીને રોકવા અને તેની સામે લડવા પૂરતી વ્યવસ્થાઓ કરવાનો આદેશ કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે સરકારોને આદેશ આપવામાં આવે કે આ બિમારીથી બચવા અને જાગૃત કરવા માટે પૂરતા પ્રચાર કરવામાં આવે. આ ઉપરાંત જે બાળકોનું આ બિમારીથી મોત થયું છે તેમના પરિવારોને 10-10 લાખ રૂપિયા વળતર આપવાની માગ કરી છે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...