નવી દિલ્હીઃ કેરલમાં ગર્ભવતી હાથણીના મોત બાદ હવે ગાયને વિસ્ફોટક ખવડાવવાનો મામલો સામે આવ્યો છે. અમારી સહયોગી વેબસાઇટ ઇન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, આ મામલો હિમાચલ પ્રદેશના બિલાસપુરનો છે. જ્યાં ઝંડુતા વિસ્તારમાં એક ગર્ભવતી ગાયને વિસ્ફોટક ખવડાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ ગાય ઈજાગ્રસ્ત થઈ ગઈ અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા બાદ હિમાચલ પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી છે. 


મહત્વનું છે કે આ પહેલાં કેરલના મલ્લપુરમથી એક આવી ઘટના સામે આવી હતી. જેમાં એક ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દેવામાં આવ્યું હતું. આ મામલામાં પોલીસે એક આરોપી વિલ્સનની ધરપકડ કરી છે અને બે આરોપીઓને શોધી રહી છે. 


લૉકડાઉન હટવાથી ભારતમાં ફાટી શકે છે 'કોરોના બોમ્બ', WHO નિષ્ણાંતની ચેતવણી  


હાથણી વિનાયકીને લઈને ઝી મ્યૂઝે મુહિમ ચલાવી છે. ઝી ન્યૂઝની મુહિમ બાદ વિનાયકીની હત્યાના આરોપમાં વિલ્સન નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી રાજ્યના વન મંત્રીએ આપી છે. આ પહેલા ત્રણ લોકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર