નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર માત્ર એરસ્ટ્રાઇક જ નહોતીક રી. આ આતંકવાદી હુમલા બાદ ભારતે નૌસેનાની અનેક પરમાણુ હથિયારોથી લેસ સબમરીન અને અન્ય અનેક સબમરીનને પાકિસ્તાનની જળ સીમા નજીક ફરજંદ કરી દીધી હતી. પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફ કાફલા પર જૈશ એ મોહમ્મદનાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. ત્યાર બાદ ભારતે પાકિસ્તાનનાં બાલકોટમાં એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનાં અનેક સ્થળ તબાહ કરી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન: બાડમેરમાં રામકથા દરમિયાન તોફાનથી ટેંટ પડતા 12 લોકોનાં મોત, અનેક ઘાયલ
સમાચાર એજ્સી એએનઆઇનાં અનુસાર પાકિસ્તાનને એર સ્ટ્રાઇકનો આકરો જવાબ આપ્યા બાદ ભારતે સમુદ્રમાં પણ પાડોશી દેશને ઘેરવાનું સંપુર્ણ આયોજન કરી લીધું હતું. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે નૌસેનાનો અભ્યાસ દરમિયાન હટાવી લીધું હતું. અનેક સબમરીન્સ સહિત સબમરીન્સને પાકિસ્તાન જળ સીમા નજીક આક્રમક રીતે ફરજંદ કરી દેવાઇ હતી. ભારતીય નૌસેનાના આ પગલા બાદ પાકિસ્તાનને લાગી રહ્યું હતું કે, સીઆરપીએફ કાફલા પર હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા જળ સીમા પર પણ હુમલાનો આદેશ આપવામાં આવી શકે છે. 


Video: રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો
ભાજપ લોકસભા ઉપાધ્યક્ષનું પદ સોંપશે તો જગનની પાર્ટી નહી કરે સ્વિકાર, આ છે કારણ !
ભારતીય નૌસેનાને ફરજંદ કરાયા બાદ પાકિસ્તાનની ઉચ્ચ ટેક્નોલોજીની અગોસ્તા ક્લાસ સબમરીન પીએનએસ સાદ પર નજર રાખી રહી હતી. આ બથા વચ્ચે પાકિસ્તાનની આ સબમરીન આપણી જળસીમામાંથી ગાયબ થઇ ગઇ હતી. સુત્રોએ જણાવ્યું કે, પીએનએસ સાદ નામની સબમરીન કરાંચી નજીકથી અચાનક ગાયબ થઇ ગઇ હતી. લાંબા સમય સુધી પાણીની અંદર રહેવાની ક્ષમતાવાળી આ સબમરીન ગુમ થવાથી ભારતીય નૌસેનાની ચિંતા વધી ગઇ તી. સુત્રોએ જણાવ્યું કે, પીએનએસ સાદ લાંબી શોધખોળ બાદ 21 દિવસ બાદ પાકિસ્તાનનાં પશ્ચિમ હિસ્સામાંથી મળી આવી હતી. 


માયાવતી પણ વંશવાદના રસ્તે, ભાઇ અને ભત્રીજાને સોંપી મહત્વની જવાબદારીઓ
સુત્રોએ જણાવ્યું કે, ભારતીય નૌસેનાની ચિંતા એટલા માટે પણ વધી ગઇ હતી, કારણ કે સબમરીન પોતાની ક્ષમતા અનુસાર ત્રણ દિવસમાં ગુજરાતનાં કિનારે પહોંચી શકતી હતી. તેઓ પાંચ દિવસમાં પશ્ચિમી ફ્લીટના મુખ્યમથક મુંબઇ પહોંચી શકે છે. આ દેશી સુરક્ષા માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યું હતું. ભારતીય નૌસેનાએ પીએનએસ સાદને આખરે શોધી કાઢ્યું હતું. આ સબમરીન પાકિસ્તાનનાં પશ્ચિમી હિસ્સામાંથી મળી હતી.