નવી દિલ્હી : કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટ્યા બાદ ધુંધવાયેલા પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ બાદ હવે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેન સેવા થાર એક્સપ્રેસ પણ અટકાવી દીધી છે. આ ટ્રેન બાડમેરના મુનાબાઓથી પાકિસ્તાનની વચ્ચે ચાલનારી બીજી ટ્રેન સેવા થાર એક્સપ્રેસને પણ અટકાવી દીધી છે. આ ટ્રેન બાડમેરના મુનાબાઓથી પાકિસ્તાનના સિંધ પ્રાંત ખાતે ખોખરાપારની વચ્ચે ચાલે છે. આ અગાઉ ગુરૂવારે જ પાકિસ્તાને સમજોતા ટ્રેન સેવા હંમેશા માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશીદ અહેમદે આ જાહેરાત કરી હતી. થાર એક્સપ્રેસ એક અઠવાડીક ટ્રેન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવતા મરી પરવારી... બાઈક સાથે યુવક નદીમાં ડૂબી ગયો, લોકો VIDEO બનાવવામાં મશગૂલ 
જમ્મુ કાશ્મીરનાં વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવાનાં નિર્ણયથી ધુંધવાયેલા પાકિસ્તાને ચિત્ર વિચિત્ર નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે. પૃષ્ઠભુમિમાં ઇસ્લામાબાદ દ્વારા ભારત અને પાકિસ્તાનને જોડનારા બંન્ને આંતરરાષ્ટ્રીય લિંકને બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે હાલ સ્થિતી નાજુક થઇ છે. 


યુદ્ધની પોકળ ધમકીઓ આપતા પાકિસ્તાનને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પ્રણવદાના સન્માન સમારોહમાં સોનિયા અને રાહુલ જ હાજર નહીં, BJPનો સવાલ-'કોંગ્રેસને શું થઈ ગયું છે?'
પાકિસ્તાનનાં આ પગલાઓ પર ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વ્યાપારથી માંડીને સમજોકા એક્સપ્રેસ સુધી પાકિસ્તાન તરફથી એકતરફી નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી તેને અલાર્મિંગ સિચ્યુએશન જણાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન નર્વસ છે. તેમને લાગે છે કે ભારતનાં આ પગલાને કારણે તેઓ આતંકવાદનું સમર્થન નહી કરી શકે. જ્યાં સુધી અનુચ્છેદ 370 હટાવવાની વાત છે, તે ભારતનો આંતરિક મુદ્દો છે. જેમાં તે કોઇ પણ બીજા પક્ષનું ઇન્ટરફિયર સહન નહી કરે.


રાજસ્થાન બોર્ડર પર BSF-વાયુસેના હાઇએલર્ટ પર, પાકિસ્તાનની ઘૂસણખોરીની આશંકા
અત્રે ઉલ્લેખનીય છે કે, થાર એક્સપ્રેસ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી સૌથી જુની ટ્રેન પૈકી એક છે. મુનાબાઓ અને ખોખરાપાર ક્રમશ ભારત અને પાકિસ્તાનના અંતિમ સ્ટેશન છે. આ રેલ સેવા 1965નાં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ પાટા ક્ષતીગ્રસ્ત થવાનાં કારણે અટકાવી દેવાઇ હતી, જેને 41 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2006નાં રોજ ફરીથી ચાલુ કરી દેવામાં આવી હતી.


ઉન્નાવ કેસ: MLA કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ રેપ, પોક્સો અને અપહરણના આરોપ નક્કી
આ અગાઉ ગુરૂવારે જ પાકિસ્તાન તરફથી સમજોતા એક્સપ્રેસને હંમેશા માટે બંધ કરાવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના રેલમંત્રીએ રાશિદ અહેમદ ખાને કહ્યું હતું, જેમણે તેના માટે પહેલાથી ટિકિટ ખરીદેલી છે, કોઇ ચાર્જ, કે રિફંડ કાપ્યાવગર જ પરત કરી દેવામાં આવશે. તેની જાહેરાત કરી હતી.