નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Union Agriculture Minister Narendra Singh Tomar) એ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) પર પલટવાર કર્યો છે. તોમરે કહ્યુ કે, શરદ પવાર એક અનુભવી નેતા છે અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ છે. જેને કૃષિ સંબંધિત મુદ્દા અને સમાધાનો વિશે સારી જાણકારી પ્રાપ્ત છે. તેમણે ખુદ પહેલા કૃષિ સુધાર લાવવા માટે આકરી મહેનત કરી છે અને કૃષિ કાયદાને લઈને ખોટા તથ્યો જણાવી રહ્યાં છે. આ સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોશિયલ મીડિયા દ્વારા કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે હાલમાં પૂર્વ કૃષિ મંત્રી શરદ પવાર (Sharad Pawar) એ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, તેમના કાર્યકાળ દરમિયાન, વિશેષ બજાર સ્થાપિત કરવા માટે ડ્રાફ્ટ એપીએમસી નિયમાવલી 2007 તૈયાર કરવામાં આવી હતી, જેથી કિસાનોને પોતાનો પાક વેંચવા માટે વૈકલ્પિક મંચ ઉપલબ્ધ કરાવી શકાય અને હાલની માર્કેટ સિસ્ટમને મજબૂત કરવા માટે વધુ સાવધાની રાખવામાં આવી. મહત્વનું છે કે શરદ પવાર 2004થી 2014 સુધી કેન્દ્રીય કૃષિ મંત્રી રહ્યા હતા. 


Narendra Singh Tomar) એ કહ્યુ કે, નવી પરિસ્થિતિ પ્રમાણે યાર્ડ પ્રભાવિત થતા નથી. તેના બદલે તેઓ સેવાઓ અને માળખાગત બાબતોમાં વધુ સ્પર્ધાત્મક અને ખર્ચ અસરકારક બનશે અને બંને સિસ્ટમો ખેડૂતોના સામાન્ય હિત માટે સહ અસ્તિત્વમાં હશે.


આ પણ વાંચોઃ મુસલમાન ડરેલા છે... BJPનો પ્રહાર, સાંપ્રદિયકતાના નવા એમ્બેસેડર બની ગયા છે Hamid Ansari   


તોમરે કહ્યુ કે, નવો કાયદો (Farm laws) કિસાનોને પોતાનો પાક વેચવા માટે વધારાના વિકલ્પની સુવિધા પ્રદાન કરે છે, કિસાન પોતાના પાકને ગમે ત્યાં સારી કિંમત પર રાજ્ય કે રાજ્યની બહાર વેચી શકે છે. આ ત્રણેય કૃષિ કાયદાથી વર્તમાન MSP સિસ્ટમ પણ પ્રભાવિત થતી નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube