મુસલમાન ડરેલા છે... BJPનો પ્રહાર, સાંપ્રદિયકતાના નવા એમ્બેસેડર બની ગયા છે Hamid Ansari

સરકારની ડિક્શનરીમાં સેક્યુલારિઝમ શબ્દ ગાયબ થવાના નિવેદનને લઈને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પર ભાજપે નિશાન સાધ્યુ છે. રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ કહ્યુ કે, તે સાંપ્રદાયિકતાના નવા એમ્બેસેડર બની ગયા છે. 

મુસલમાન ડરેલા છે... BJPનો પ્રહાર, સાંપ્રદિયકતાના નવા એમ્બેસેડર બની ગયા છે Hamid Ansari

નવી દિલ્હીઃ મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના અને સરકારની ડિક્શનરીમાં સેક્યુલારિઝમ નથી વાળા નિવેદનોને લઈને ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી (Former Vice President Hamid Ansari) પર નિશાન સાધ્યુ છે. ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ રવિવારે અંસારી પર નિશાન સાધતા કહ્યુ કે તેઓ સાંપ્રદિયકતાના નવા એમ્બેસેડર બની ગયા છે. તેમણે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પર ધ્રુવીકરણના પ્રયાસનો આરોપ પણ લગાવ્યો છે. હકીકતમાં અંસારીએ આરોપ લગાવ્યો હતો કે આજે સરકારની ડિક્શનરીમાં ધર્મનિરપેક્ષતા શબ્દ છે જ નહીં. હાલમાં મુસ્લિમોમાં અસુરક્ષા વાળા પોતાના ચર્ચિત નિવેદનને લઈને સવાલ પૂછવા પર અંસારી એક ઈન્ટરવ્યૂ છોડીને ચાલ્યા ગયા હતા. 

ધ્રુવીકરણનો પ્રયાસ કરી રહ્યા છે હામિદ અંસારી
ભાજપના સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ ટ્વીટ કર્યુ, 'પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિસ અંસારી (Hamid Ansari) સાંપ્રદાયિકતાના નવા એમ્બેસેડર બની ગયા છે. તેઓ ધ્રુવીકરણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભાજપની સાથે હિંદુ સંગઠનોએ પણ અંસારીના નિવેદન પર નિશાન સાધ્યુ છે. વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય શંકર તિવારીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પર નિશાન સાધતા કહ્યુ, 'જ્યારે અંસારીને પૂછવામાં આવ્યુ કે, ભારતના મુસલમાન કેમ ડરેલા છે, અંસારી ન જણાવી શક્યા અને ભાગતા જોવા મળ્યા.'

હાલમાં એક ઈન્ટરવ્યૂ વચ્ચે છોડીને ચાલ્યા ગયા અંસારી
ઝી ન્યૂઝ પર શનિવારે રાત્રે પ્રસારિત ઈન્ટરવ્યૂમાં અંસારીએ (Hamid Ansari) પોતાના પુસ્તકમાં લખેલી વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, આજની સરકારી ડિક્શનરીમાં સેક્યુલારિજમ શબ્દ નથી. તે પૂછવા પર કે શું 2014 પહેલાની સરકારની ડિક્શનરીમાં આ શબ્દ હતો, ત્યારે તેમનો જવાબ હતો, હાં પરંતુ પૂરતો નહીં. ત્યારબાદ એન્કરે એક બાદ એક કાઉન્ટર સવાલ પૂછવાનું શરૂ કર્યું. આ ક્રમમાં તેમના સવાલોમાં હિન્દુ આતંકવાદથી લઈને તુષ્ટીકરણ અને મુસ્લિમોમાં અસુરક્ષા, મોબ લિન્ચિંગ જોડતા ગયા અને આખરે અંસારી અચાનક ઈન્ટરવ્યૂ છોડીને જતા રહ્યાં હતા. 

મુસલમાનોમાં અસુરક્ષાની ભાવના વાળુ આપ્યું હતું નિવેદન
હકીકતમાં ઉપરાષ્ટ્રપતિ રહેતા હામિદ અંસારીએ (Hamid Ansari) આ નિવેદન આપ્યુ હતુ કે દેશના મુસલમાનોમાં અસુરક્ષાની ભાવના છે. બેંગલુરૂમાં નેશનલ લો સ્કૂલ ઓફ યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યુ હતુ કે, દેશના અલ્પસંખ્યકોમાં અસુરક્ષાની આશંકા વધી છે. બાદમાં કાર્યકાળ સમાપ્ત થવાના એક દિવસ પહેલા રાજ્યસભા ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ તેમણે આ વાત કહી હતી. હામિદ અંસારીએ પોતાના નવા પુસ્તક 'બાય મેની અ હેપ્પી એક્સીડેન્ટઃ રીકલેક્શન ઓફ અ લાઇફ'માં લક્યું છે કે આ બન્ને ઘટનાઓએ કેટલાક વર્ગમાં નારાજગી પેદા કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news