AIIMSના ડાયરેક્ટર Randeep Guleria સહિત મોટી હસ્તિઓએ પ્રથમ દિવસે લીધી Corona Vaccine
ભારતમાં આજ 16 જાન્યુઆરી 2021થી વિશ્વમાં સૌથી મોટું રસીકરણ (Coronavirus Vaccination) અભિયાન (Largest Vaccination Drive) શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 10.30 કલાકે આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થવાના પ્રથમ દિવસે એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સ્વદેશી કોરોના વેક્સિન લગાવડાવી છે. તેમણે દેશમાં બનાવવામાં આવેલી સ્વદેશી કોરોના વેક્સિન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટી હસ્તિઓ દ્વારા કોરોના વેક્સિન લગાવવાથી લોકોમાં વેક્સિનને લઈને વિશ્વાસ વધશે.
મહત્વનું છે કે નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે દિલ્હીમાં અને એમ્સના પૂર્વ ડાટરેક્ટર ડોક્ટર અશોક મહાપાત્રાએ ભુવનેશ્વરમાં સ્વદેશી કોરોના વેક્સિન લગાવડાવી છે. વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યા બાદ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના વેક્સિનથી કોઈ સમસ્યા નથી, બધા લોકો રસીકરણ કરાવે.
ભારતમાં શરૂ થયું વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન
ભારતમાં આજ 16 જાન્યુઆરી 2021થી વિશ્વમાં સૌથી મોટું રસીકરણ (Coronavirus Vaccination) અભિયાન (Largest Vaccination Drive) શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 10.30 કલાકે આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ પણ વાંચોઃ આ છે દેશનો પ્રથમ વ્યક્તિ, જેને સૌથી પહેલા લાગી કોરોનાની વેક્સિન
સંબોધન સમયે ભાવુક થયા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કરવા સમયે ભાવુક થઈ ગયા. પીએમે કહ્યુ કે, કોરોના કાળમાં અમારા ઘણા સાથી એવા રહ્યા જે બીમાર થઈને હોસ્પિટલમાંથી પરત ન ફરી શક્યા. પીએમે કહ્યું કે, સંકટના આ સમયમાં, નિરાશાના તે વાતાવરણમાં, કોઈ આશાનો પણ સંચાર કરી રહ્યું હતું, આપણે બચાવવા માટે પોતાના પ્રાણોને સંકટમાં મુકી રહ્યા હતા. આ લોકો હતા આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ટ્રાઇવર, આશા વર્કર, સફાઈ કર્મચારી, પોલીસ અને બીજા ફ્રંટલાઇન વર્કર્સ. આપણા ઘણા સાથીઓ કોરોના થયા બાદ પરત ન આવ્યા તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છું.
વૈજ્ઞાનિક રિસર્ચર પ્રશંસાના હકદારઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે તે વૈજ્ઞાનિક, વેક્સિન રિસર્ચ સાથે જોડાયેલા અનેક લોકો વિશેષ પ્રશંસાના હકદાર છે, જે છેલ્લા ઘણા મહિનાથી કોરોના વિરુદ્ધ વેક્સિન બનાવવામાં લાગ્યા હતા. સામાન્ય રીતે એક વેક્સિન બનવામાં વર્ષો લાગી જાય છે.
આ પણ વાંચોઃ રસીકરણ બાદ હળવો તાવ, માથાનો કે શરીરમાં દુખાવો થાય તો ડરો નહીં, ગંભીર પ્રભાવ પર મળશે વળતર
સૌથી પહેલા આ લોકોને લગાવાશે વેક્સિન
સૌથી પહેલા એક કરોડ 60 લાખ કર્મચારીઓને રસી લાગશે જે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે. તેમાં 51 લાખ 82 હજારથી વધુ હેલ્થ વર્કર, 4 લાખ 31 હજારથી વધુ સુરક્ષાકર્મી, 1 કરોડથી વધુ સોશિયલ વર્કર્સ અને 1 લાખ 5 હજારથી વધુ પોસ્ટલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સામેલ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube