આ છે દેશનો પ્રથમ વ્યક્તિ, જેને સૌથી પહેલા લાગી કોરોનાની વેક્સિન
દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં એક સફાઈકર્મીને સૌથી પહેલા કોરોનાની રસી લગાવવામાં આવી છે. આ સાથે તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેને કોરોનાની પ્રથમ રસી લગાવવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં એક સફાઈકર્મીને સૌથી પહેલા કોરોનાની રસી લગાવવામાં આવી છે. આ સાથે તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેને કોરોનાની પ્રથમ રસી લગાવવામાં આવી છે. આ તકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ હાજર રહ્યા હતા. એમ્સના ડાયરેક્ટરે પણ કોરોનાની રસી લગાવી છે. મહત્વનું છે કે કોરોના વેક્સિનને લઈને લોકોની વચ્ચે ખુબ અફવાઓ છે. તેવામાં એમ્સના ડાયરેક્ટર દ્વારા વેક્સિન લગાવવાથી લોકો વચ્ચે એક સકારાત્મક સંદેશ જશે અને લોકોની વચ્ચે વેક્સિનને લઈને ચાલી રહેલી અફવાઓ પર વિરામ લાગશે. આ સિવાય નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે પણ કોરોનાની રસી લગાવડાવી છે.
Delhi: A sanitation worker becomes the first person to receive COVID-19 vaccine jab at AIIMS. Union Health Minister Harsh Vardhan is also present. pic.twitter.com/iDIVIKqvEi
— ANI (@ANI) January 16, 2021
AIIMS Director Dr Randeep Guleria receives COVID-19 vaccine jab at AIIMS, Delhi. pic.twitter.com/DI56is2Ya3
— ANI (@ANI) January 16, 2021
ભારતમાં ઐતિહાસિક રસીકરણ ડ્રાઇવની શરૂઆત
ભારત માટે આજે ઐતિહાસિક તક છે. આશરે એક વર્ષ પહેલા જ્યારે કોરોના મહામારીની શરૂઆત થઈ તો કોઈએ વિચાર્યું નહતું કે આટલી જલદી વેક્સિન બની જશે. વૈજ્ઞાનિકોએ ન માત્ર વેક્સિન બનાવી, પરંતુ આજથી રસીકરણની શરૂઆત પણ થઈ રહી છે. દિલ્હી હોય કે મુંબઈ, પટના હોય કે અમદાવાદ... દરેક જગ્યાએ રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. રસીકરણ કેન્દ્રોને શણગારવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ જ્યારે વેક્સિન પહોંચી તો સ્ટાફે તાળીઓ સાથે તેનું સ્વાગત પણ કર્યું હતું. ઘણી જગ્યાએ મિઠાઈ વેંચવામાં આવી છે. આવો તસવીરોમાં જુઓ કોરોના રસીકરણને લઈને દેશમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે