AIIMSનો રિપોર્ટ કહે છે `સુશાંતે કરી હતી આત્મહત્યા`, છતાં આ સવાલો તો હજુ પણ ઠેરના ઠેર
14 જૂન 2020ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) નો મૃતદેહ મુંબઈના બાન્દ્રા ખાતેના ઘરેથી મળી આવ્યો હતો. આજે સુશાંતના મૃત્યુને 112 દિવસ થઈ ગયા છે. આ બધા વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર દેશની સૌથી મોટી મેડિકલ સંસ્થા એમ્સનો રિપોર્ટ સામે આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.
નવી દિલ્હી: 14 જૂન 2020ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) નો મૃતદેહ મુંબઈના બાન્દ્રા ખાતેના ઘરેથી મળી આવ્યો હતો. આજે સુશાંતના મૃત્યુને 112 દિવસ થઈ ગયા છે. આ બધા વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર દેશની સૌથી મોટી મેડિકલ સંસ્થા એમ્સનો રિપોર્ટ સામે આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.
સુશાંત કેસમાં AIIMS એ સોંપ્યો ફાઇનલ રિપોર્ટ, મર્ડર નહી, સુશાંતે કરી હતી આત્મહત્યા: સૂત્ર
એમ્સના રિપોર્ટમાં મર્ડરની થિયરી ફગાવી, હજુ પણ આ સવાલ તો ઊભા જ છે
એમ્સના રિપોર્ટમાં સુશાંતની હત્યા થઈ હોવાની વાતને ફગાવવામાં આવી છે. આ અગાઉ 29 સપ્ટેમ્બરે સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં સુશાંતને ઝેર આપ્યું હોવાનો દાવો ફગાવવામાં આવ્યો હતો. રિપોર્ટ સામે આવ્યા બાદ સુશાંત સિંહની આત્મહત્યાને હત્યામાં ફેરવનારા દાવાને રદીયો મળ્યો છે. જો કે હજુ પણ અનેક એવા તથ્યો છે જે આત્મહત્યાની થિયરી પર મોટો સવાલ ઊભો કરી રહ્યા છે. આખરે સુશાંત સિંહ રાજપૂતે જો આત્મહત્યા કરી તો પછી તેમને આત્મહત્યા કરવા માટે કોણે ઉક્સાવ્યા? સુશાંતને ડ્રગ્સની જાળમાં કોણે ફસાવ્યા?
બોલિવુડ ડ્રગ્સ કેસ: વધુ એક મોટો ધડાકો...નશાની માયાજાળનો આ અભિનેતા છે 'માસ્ટરમાઈન્ડ'!
સુશાંતના પિતાએ રિયા પર લગાવ્યો હતો હત્યાનો આરોપ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી અલગ અલગ થિયરી પર હવે પૂર્ણ વિરામ મૂકાવવાની શક્યતા છે. એમ્સના રિપોર્ટે સુશાંતના મૃત્યુ અંગે ફેલાઈ રહેલી ભ્રમણા અને થિયરીઓને ફગાવી છે. સુશાંતના મૃત્યુ બાદથી સતત એવો અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો કે સુશાંતની હત્યા થઈ છે તે આત્મહત્યા કરી શકે નહીં. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુશાંતને ઝેર અપાયું હતું. આ વાતની આશંકા ત્યારે અચાનક વધી ગઈ જ્યારે સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો.
ડ્રગ્સ કેસમાં દિગ્ગજ અભિનેતાઓના નામ ઉછળ્યા, NCBએ શું કહ્યું તે જાણો
એમ્સની ટીમે એક એક પહેલુંની તપાસ કરી
ત્યારબાદ CBIએ જ્યારે તપાસની કમાન સંભાળી તો સુશાંતના વિસરા રિપોર્ટની તપાસ માટે દિલ્હી AIIMSની એક કમિટી બનાવવામાં આવી. આ કમિટીએ માત્ર વિસરા રિપોર્ટની જ તપાસ નથી કરી પરંતુ આત્મહત્યાની જગ્યાએ જઈને પણ તપાસ હાથ ધરી હતી. એમ્સની પાંચ સભ્યોવાળી ફોરેન્સિક ટીમે અનેક અઠવાડિયા સુધી સતત એક એક પહેલુંની તપાસ કરી. ત્યારબાદ જે રિપોર્ટ સામે આવ્યો તે મુજબ સુશાંતની હત્યા થઈ નથી પરંતુ તેમણે આત્મહત્યા કરી હતી. આ અગાઉ એમ્સે સુશાંત સિંહ રાજપૂતના વિસરાની પણ તપાસ કરી હતી.
Bollywood drugs case: રિયા ચક્રવર્તી વિશે NCBએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો
વિસરા રિપોર્ટમાં ઝેર નથી મળ્યું
એમ્સની તપાસમાં સુશાંતના વિસરા રિપોર્ટમાં ઝેર મળ્યું નથી. સુશાંતને ઝેર આપવાની વાત પણ ફગાવવામાં આવી. CBI 21 ઓગસ્ટથી સુશાંતના મોતની તપાસ શરૂ કરી હતી. CBIના કહેવા પર દિલ્હી AIIMSએ સુશાંતના મેડિકલ રિપોર્ટ અને વિસરાની તપાસ કરી. એમ્સે પોતાની તપાસમાં ઝેર અને હત્યાની થિયરીને ફગાવી છે. હવે આવામાં CBIને આગળની તપાસમાં આ રિપોર્ટથી ખુબ મદદ મળશે.
મુંબઈ પોલીસે પોતાની પીઠ થાબડી
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં એમ્સની રિપોર્ટ ખુબ મહત્વની કડી સાબિત થશે. CBI તપાસ અગાઉ સુશાંત કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. એમ્સનો રિપોર્ટ સામે આવ્યા બાદ હવે મુંબઈ પોલીસ પણ કહે છે કે સુશાંતના મોતની તપાસ યોગ્ય દિશામાં હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube