ZEE NEWS પર ફડણવીસનો મોટો ઘટસ્ફોટ, શરદ પવારની મંજૂરીથી અજિતે અમારી સાથે બનાવી હતી સરકાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના રાજકીય ઘટનાક્રમ અંગે મોટો ખુલાસો કર્યો છે. ફડણવીસે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવાર (Sharad Pawar) ની મંજૂરીથી અજિત પવારે અમારી સાથે મળીને સરકાર બનાવી હતી. અજિતે જ ભાજપ સાથે સરકાર બનાવવા અંગે સંપર્ક કર્યો હતો.
મુંબઇ: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના રાજકીય ઘટનાક્રમ અંગે મોટો ખુલાસો કર્યો છે. ફડણવીસે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવાર (Sharad Pawar) ની મંજૂરીથી અજિત પવારે અમારી સાથે મળીને સરકાર બનાવી હતી. અજિતે જ ભાજપ સાથે સરકાર બનાવવા અંગે સંપર્ક કર્યો હતો.
ફડણવીસે પોતાના નિવેદનમાં કહ્યું કે અજીત પવારે (Ajit Pawar) જ કહ્યું હતું કે શિવસેના અને કોંગ્રેસ સાથે ત્રણ પક્ષોની સરકાર અમે ચલાવી શકીએ નહીં, આથી આપણે મળીને સરકાર બનાવવી જોઈએ. અજીતે મને એમ પણ કહ્યું હતું કે શરદ પવાર સાથે સરકાર બનાવવા અંગે સમગ્ર વાતચીત થઈ ગઈ છે અને તેમની મંજૂરી છે.
Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી
એનસીપીના અનેક ધારાસભ્યો સાથે વાત કરાવી
ભાજપના નેતાએ દાવો કર્યો કે ભાજપ સાથે સરકાર બનાવતા પહેલા અજિત પવારે એનસીપી (NCP) ના અનેક ધારાસભ્યો સાથે તેમની વાત કરાવી હતી. પૂર્વ સીએમએ કહ્યું કે એનસીપી નેતા પાસેથી ભરોસો મળ્યા બાદ જ અમે સરકાર બનાવી હતી. હવે એ નિર્ણય સાચો હતો કે ખોટો? એ તો બાદમાં નક્કી થશે.
આ બાજુ એનસીપી પ્રમુખ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કથિત ડીલને લઈને ફડણવીસે કહ્યું કે શરદ પવાર જે પણ મીડિયામાં બોલી રહ્યાં છે તેનો જવાબ અમે સમય આવશે ત્યારે આપીશું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ ક્યારેય કોઈની સાથે ડીલ કરતો નથી. જો ડીલ કરે તો કોઈ પાર્ટી સાથે અઢી વર્ષના ફોર્મ્યુલા પર ભાજપ રાજી થઈ જાત અને તો તો અત્યાર સુધી અમારી સરકાર બની ગઈ હોત.
મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?
ઠાકરે સાથે પહેલા જેવા સંબંધ
ભાજપના નેતા ફડણવીસે શિવસેના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેના સંબંધોને લઈને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેજી સાથે મારા અંગત સંબંધ એવા જ છે જે પહેલા હતાં. અમારી વચ્ચે કોઈ દીવાલ ઊભી થઈ નથી.
આરે મેટ્રો પ્રોજેક્ટ
રાજ્યની નવી સરકાર દ્વારા મેટ્રો પ્રોજેક્ટ પર રોક લગાવવાને લઈને પૂર્વ સીએમએ કહ્યું કે વિકાસના કામો બંધ કરવાથી રોજગારને પણ ઠેસ પહોંચશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખુબ જ ઓછા વ્યાજે લોન મળી રહી છે. મને નથી લાગતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ સરકાર રોકશે. પરંતુ મને લાગે છે કે આવામાં વિકાસ કામોને રદ કરવાનું વાતાવરણ બનાવવું પણ એક ખોટો સંદેશ આપી રહ્યો છે.
સરકારને જરૂર ઘેરીશુ
ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકારને નિર્ણય લેવા માટે અમે સમય આપીશું. પરંતુ સમય આપવા છતાં પણ જો સરકારે કામ ન કર્યાં તો અમે સરકારને જરૂર ઘેરીશું.
જુઓ LIVE TV
આરે મેટ્રો પ્રોજેક્ટ: આંદોલનકારો પરના કેસ પાછા ખેંચાશે-CM ઉદ્ધવ ઠાકરે
પાર્ટીમાં કોઈ વિવાદ નથી
આ ઉપરાંત ભાજપમાં આંતરિક વિખવાદના અહેવાલોને પાર્ટીના નેતા ફડણવીસે મીડિયાની ઉપજ ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં ઓબીસી અને તમામ જાતિના લોકોને પ્રતિનિધત્વ મળ્યું છે. વડાપ્રધાન મોદીજી પોતે પણ ઓબીસી જાતિના છે.
વાત જાણે એમ છે કે 24 ઓક્ટોબરના રોજ જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 105 બેઠકો, શિવસેનાને 56, કોંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી છે. ત્યારબાદ શિવસેના અને ભાજપનું ચૂંટણી પહેલાનું ગઠબંધન સીટોની વહેંચણી અને મુખ્યમંત્રી પદને લઈને તૂટી ગયું. ભાજપ પાસે સંખ્યાબળ ઓછું હોવાના કારણે તેણે સરકાર બનાવવાની ના પાડી દીધી. રાજ્યપાલે ત્યારબાદ શિવસેનાને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તે પણ નિષ્ફળ ગઈ અને પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સરકાર બનાવવા માટે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી નામનું ગઠબંધન બનાવ્યું. અને ત્રણેય પક્ષો વચ્ચે સરકાર બનાવવાને લઈને કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા થવા લાગી. પરંતુ આ બધા વચ્ચે શરદ પવારના ભત્રીજા અજિત પવારે રાતોરાત ભાજપને સમર્થન જાહેર કર્યું અને પોતાની પાર્ટીના ધારાસભ્યોના સમર્થનનો ભરોસો આપ્યો. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ લીધા. જો કે આ સરકાર મહારાષ્ટ્રની સૌથી અલ્પકાળ ધરાવતી સરકાર રહી. જે માત્ર 80 કલાક જ ચાલી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube