આરે મેટ્રો પ્રોજેક્ટ: આંદોલનકારો પરના કેસ પાછા ખેંચાશે-CM ઉદ્ધવ ઠાકરે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે કોલોનીના આંદોલનકારીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. ઓક્ટોબરમાં મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ ( aarey metro car shed) માટે જે ઝાડ કાપવામાં આવી રહ્યાં હતાં તેને બચાવવા માટે ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં.

આરે મેટ્રો પ્રોજેક્ટ: આંદોલનકારો પરના કેસ પાછા ખેંચાશે-CM ઉદ્ધવ ઠાકરે

મુંબઇ:  મહારાષ્ટ્ર (Maharashtra)  ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે કોલોનીના આંદોલનકારીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. ઓક્ટોબરમાં મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ ( aarey metro car shed) માટે જે ઝાડ કાપવામાં આવી રહ્યાં હતાં તેને બચાવવા માટે ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન પર્યાવરણ કાર્યકરો વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યા હતાં. 

જેને લઈને શપથવિધિના 24 કલાકની અંદર જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  (uddhav thackeray) એ કહ્યું હતું કે "મેં આજે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટના કામને રોકવાનો આદેશ આપ્યો છે. મેટ્રોનં કામ અટકશે નહીં પરંતુ આગામી આદેશ સુધી આરેનું એક પણ પાંદડું કપાશે નહીં. ઠાકરેએ કહ્યું હતું કે હું પહેલો મુખ્યમંત્રી છું જે મુંબઈમાં પેદા થયો અને મારા મગજમાં ચાલી રહ્યું છે કે શહેર માટે હું શું કરી શકું છું."

— ANI (@ANI) December 1, 2019

અટકાયતમાં લેવાયા હતાં
અત્રે જણાવવાનું કે મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડએ મુંબઇની આરે કોલોનીમાં 40 કલાકથી પણ ઓછા સમયમાં નિર્ધારિત 2185 ઝાડમાંથી 2141 ઝાડ કાપી નાખ્યા હતાં. ઓક્ટોબર માસમાં તેનો વિરોધ કરનારા પર્યાવરણ કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. આરેમાં ઝાડ કાપવાનો મુદ્દો સુપ્રીમ સુધી પહોંચ્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવામાં પર રોક લગાવી હતી અને આંદોલનકારીઓને છોડી મૂકવાના આદેશ આપ્યા હતાં. આ મામલે 21 ઓક્ટોબર સુધી યથાશક્તિ જાળવવાનો આદેશ અપાયો હતો. જો કે ત્યાં સુધીમાં તો 80 ટકા ઝાડ કપાઈ ગયા હતાં. આ મામલે 16 નવેમ્બરના રોજ એક સુનાવણીમાં કોર્ટની બે સભ્યોની બેન્ચે ચુકાદાની સમયમર્યાદા વધારતા આગામી મહિને ફરીથી સુનાવણી કરવાનું કહ્યું હતું. 

જુઓ LIVE TV

ફડણવીસે ઉઠાવ્યાં સવાલ
મેટ્રો પ્રોજેક્ટ પર રોક લગાવવાને લઈને રાજ્યના પૂર્વ સીએમ અને ભાજપના નેતા  દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર મુંબઇમાં ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે ગંભીર નથી. તેનાથી મુંબઈવાસીઓને જ નુકસાન થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news