નવી દિલ્હી : હરિયાણાની 10 લોકસભા સીટોને 2019ની ચૂંટણીમાં ફતેહ કરવા માટે ભાજપે પોતે અધ્યક્ષ અમિત શાહે મોર્ચો સંભાળી લીધો છે. શાહે હિસારમાં સિરસા, રોહતક અને હિસાર લોકસભાના બુથ શક્તિ કેન્દ્ર કાર્યકર્તા સમ્મેલનને સંબોધિત કરતા તેમનામાં જોશ ભરવાનો પ્રયાસ કર્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ દરમિયાન હરિયાણામાં પૂર્વમાં રહેલી હુડ્ડા અને ચોટાલા સરકાર સાથે સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ ઝાટકણી કાઢી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે કહ્યું કે, ચોટાલાની સરકારમાં માર, હુડ્ડામાં ભ્રષ્ટાચાર થતો હતો. બંન્નેના ડરથી જનતાને ભાજપે મુક્ત કરવાનું કામ કર્યું છે. હરિયાણામાં એક પરિવાર ઉદ્યોગોને જમીન આપતો હતો, બીજો છીનવી લેતો હતો. જો કે ભાજપના સુશાસન આપતા માત્ર વિકાસ કરાવવાનું કામ કર્યું છે. શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ ઝાટકણી કાઢી હતી. ભાજપ નેતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ એનઆરસી અને રામ મંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. ભાજપની નીતિઓમાં કોઇ જ પરિવર્તન નથી. 


આર્ટીકલ 35A હટશે તો અરૂણાચલ કરતા પણ ખરાબ સ્થિતી સર્જાશે: ઉમર અબ્દુલ્લા

અયોધ્યામાં તે જ સ્થળ પર ભવ્ય રામ મંદિર બનશે. શાહે કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોંગ્રેસમાં સાહસ છે કે તે રામ મંદિરના મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી શકે. કોંગ્રેસ માત્ર સત્તા માટે પોતાના હિત સાધનારી અને ગોટાળાઓ કરનારી પાર્ટી છે. દેશમાં જે મોદીની વિરુદ્ધ ગઠબંધન બની રહ્યું છે, તે ભારતને વિશ્વમાં નામ અને દેશને વિકાસ આપી શકે નહી. 


370 હટશે તો ભારતનો કાશ્મીર સાથેનો સંબંધ તુટી જશે: સૈફુદ્દીન સોજનું વિવાદિત નિવેદન

શાહે રાહુલ પર વ્યંગ કરતા કહ્યું કે, તમને ખબર પણ છે કે, બટાકા જમીન નીચે ઉગે છે કે ઉપર ઉગે છે કે પછી ફેક્ટ્રીમાં ઉગે છે. તેમણે હરિયાણાની જનતાને આહ્વાન કર્યું કે, જો રાહુલ ગાંધી હિસાર આવે તો તેમને 4 રવી, 4 ખરીફ પાકનાં નામ પુછજો. જો તેઓ જોયા વગર જ જવાબ આપે તો ટેસ્ટમાં પાસ થઇ જશે.