370 હટશે તો ભારતનો કાશ્મીર સાથેનો સંબંધ તુટી જશે: સૈફુદ્દીન સોજનું વિવાદિત નિવેદન
સોજે તેમ પણ કહ્યું કે, કાશ્મીરમાં આટલા મોટા પ્રમાણમાં શા માટે લશ્કર લાદવામાં આવી રહ્યુ છે ?
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસના કાશ્મીરી નેતા સૈફુદ્દીન સોજે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, જો કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવશે તો કાશ્મીરનો સંબંધ ભારત સાથે ખતમ થઇ જશે. તેમણે તેમ પણ કહ્યું કે, સમજમાં નથી આવી રહ્યું કે કાશ્મીરમાં આટલું લશ્કર શા માટે મોકલાઇ રહ્યું છે ? આટલી જરૂર નથી. તેના કારણે કાશ્મીરના લોકો ચોંકી ઉઠ્યા છે. તેમણે કહ્યું કે, 35 એ ખતમ થતાની સાથે જ કલમ 370 આપોઆપ ખતમ થઇ જશે.
સોજે સંઘ પર આરોપ લગાવ્યો કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં જઇને 35A , 370 ખતમ કરવા ઇચ્છે છે. આ લોકો ઉલ્ટી વિચારધારાના લોકો છે. આરએસએસએ પહેલા જ દેશને નુકસાન પહોંચાડ્યું છે. સુપ્રીમ કોર્ટમાં 370 અંગે અરજી કોણે આપી. આ સાથે જ તેણે કહ્યું કે, આ પગલાનાં કારણે મોદી સરકારને 2019માં કોઇ જ ફાયદો થવાનો નથી. 2019માં શાસન બદલશે. તેઓને જે ધમપછાડા કરવા હોય તે કરી શકે છે.
સોજે કહ્યું કે, જો જમ્મુ કાશ્મીરની સાથે સંબંધ ખતમ થશે તો લોકો વિરોધ કરશે. જો તેની સાથે છેડખાની તઇ તો અમે ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી સહિતના નેતાઓ લાલ ચોકમાં વિરોધ કરીશું. અમારા સંબંધ સેક્યુલર ભારત સાથે છે. નફરતના સોદાગરો સાથે સંબંધ નથી.
સંવિધાનના પ્રાવધાનો સાથે રમત એક ખતરનાક ચલણ
બીજી તરફ પીપલ્સ કોન્ફરન્સ અધ્યક્ષ સજ્જાદ ગની લોને કહ્યું કે, રાજ્યપાલ સત્યપાલ મલિક જે જમ્મુ કાશ્મીરમાં લાગુ સંવૈધાનિક પ્રવાધાનો સાથે છેડછાડ ન કવરી જોઇએ. લોને કહ્યું કે, મલિકે એવો કોઇ પણ નિર્ણય લેવાથી દુર રહેવું જોઇએ જેની દુરોગામી અસર ખરાબ હોઇ શકે. જમ્મુ કાશ્મીરનાં પુર્વના પીડીપી ગઠબંધન સરકારમાં ભાજપના ક્વોટાના એક મંત્રી હતા. તેમણે કહ્યું કે, રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ શાસન સરકારનાં દિન પ્રતિદિનનાં કાર્યોનો અસ્થાયી ઉપાય માત્ર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે