નવી દિલ્હી: આર્થિક મોરચે કથળી રહેલા પાકિસ્તાન (Pakistan) ને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયા (Australia) એ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય નાણાકીય મદદ (Bilateral Aid) નો સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવનારી નાણાકીય મદદનો ઉપયોગ ગરીબ મહિલા(Women) ઓ અને છોકરીઓ માટે જનકલ્યાણકારી યોજનાઓ અર્થે કરાતો હતો. ઓસ્ટ્રેલિયાના વિદેશ વિભાગ અને વાણિજ્ય વિભાગ તરફથી આ અંગે સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAKનું ભયંકર આતંકી ષડયંત્ર, ISI ખાલિસ્તાન સમર્થક ગ્રુપને આપી રહ્યું છે ઓનલાઈન ટ્રેનિંગ


ઓસ્ટ્રેલિયા તરફથી 1.9 કરોડ ઓસ્ટ્રેલિયાન ડોલરની મદદ રોકવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે આ પાછળના હેતુનો રિપોર્ટ બહાર પાડતા કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવનારી નાણાકીય મદદ હવે બંધ  કરવામાં આવી રહી છે. મદદ માટે અપાતી રકમનો ઉપયોગ હવે પ્રશાંત મહાસાગરની નવી પ્રતિબદ્ધતાઓ માટે કરવામાં આવશે. 


અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બાળકી સાથે હાથ મિલાવવાનું ભૂલી ગયા, પછી જે થયું...જુઓ VIDEO      


2021 સુધીમાં સંપૂર્ણ મદદ રોકવામાં આવશે
પાકિસ્તાન પર સહાયતા કાર્યક્રમ પ્રદર્શન રિપોર્ટ 2018-19 મથાળા હેઠળ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નાણાકીય મદદ (Financial Aid) રોકવાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન દ્વિપક્ષીય સહાયતા કાર્યક્રમ 2019-20માં 1.9 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો કાપ મૂકાશે. ત્યારબાદ 2020-21 સુધીમાં તેને સંપૂર્ણપણે ખતમ કરી નાખવામાં આવશે. ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યુ છે કે નાણાકીય મદદ રોકવાથી પાકિસ્તાન ઉપરાંત ક્ષેત્રીય સહયોગ અને છાત્રવૃત્તિઓના કાર્યક્રમ પર તેની કોઈ અસર પડશે નહીં. 


જુઓ LIVE TV


કાશ્મીર (Kashmir) માં થયેલા સૈન્ય તણાવ બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પંજાબ અને સિંધ વિસ્તારમાં આતંકી વારદાતની ઘટનાઓમાં ઘટાડો થયો છે. પરંતુ ખેબર પખ્તનૂખ્વા અને બલુચિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી છે. આ બંને ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા દ્વારા અપાયેલી નાણાકીય સહાયનો ઉપયોગ વિવિધ કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube