Bharat Bandh: અનુસૂચિત જાતિ અને જનજાતિ આરક્ષણમાં ક્રીમીલેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ 21 ઓગસ્ટે 'ભારત બંધ'નું આહ્વાન કર્યું છે. બસપા સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે. ગુજરાતમાં આ મામલે અસર જોવા મળે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી', ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે પોલીસને ઝાટકી!


એવામાં સવાલ એ છે કે ભારત બંધની જાહેરાત કેમ કરવામાં આવી છે? સુપ્રીમ કોર્ટનો કયો એવો નિર્ણય છે, જેનો દલિત સંગઠન વિરોધ કરી રહ્યા છે? દલિત સંગઠનોની માંગ શું છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) માં લેટરલ એન્ટ્રી શા માટે પ્રશ્ન હેઠળ છે? ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?


ડાંગરની ખેતી કરતાં ગુજરાતના ખેડૂતોની વધી ચિંતા? કારણ છે ચોંકાવનારું, સરકારને અપીલ


શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?
સુપ્રીમ કોર્ટે SC-ST આરક્ષણમાં ક્રીમીલેયરને લઈને પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે, "તમામ SC અને ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી." કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે - ગટર સાફ કરનારા અને વણકર. આ બંને જાતિઓ SC હેઠળ આવે છે, પરંતુ આ જાતિના લોકો બાકીના લોકો કરતા વધુ પછાત રહે છે. આ લોકોના ઉત્થાન માટે રાજ્ય સરકારો એસસી-એસટી અનામતનું વર્ગીકરણ (સબ-વર્ગીકરણ) કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આમ કરવું બંધારણના અનુચ્છેદ 341ની વિરુદ્ધ નથી.


કાલથી ગુજરાતમાં શરૂ થશે ભારે વરસાદનો નવો રાઉન્ડ! આ વિસ્તારોમાં પડશે, આજે ક્યા નોંધાય


સુપ્રીમ કોર્ટે ક્વોટા નક્કી કરવાના નિર્ણયની સાથે રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. કહ્યું કે રાજ્ય સરકારો આ નિર્ણય મનસ્વી રીતે લઈ શકે નહીં. આમાં પણ બે શરતો લાગુ પડશે.


ગટરનું ગંદુ પાણી વેચીને પણ આવક ઉભું કરી રહ્યું છે ગુજરાત! આ શહેરે 557 કરોડની આવક રળી


ગૂગલ ટ્રેન્ડમાં ભારત બંધ
દલિત સંગઠનોએ 21 ઓગસ્ટે ભારત બંધનું આહ્નાન કર્યું છે. આ સવારખી ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.


શું છે ચૂકાદો


કોઈ એક સબકેટેગરીને 100 ટકા અનામત નહીં
જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે ગ્રાઉન્ડ હકીકતથી ઈનકાર કરી શકાય નહીં. એસસી/એસટીની અંદર એવી કેટેગરીઓ છે જેમણે સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે પેટા વર્ગીકરણનો આધાર એ છે કે મોટા સમૂહના એક સમૂહે વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે. જસ્ટિસ ગવઈએ ચુકાદામાં જણાવ્યું કે પેટા વર્ગીકરણની મંજૂરી આપતી વખતે રાજ્ય ફક્ત એક પેટા વર્ગ માટે 100% અનામત રાખી શકે નહીં. 


સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની અંદર પેટા વર્ગીકરણની મંજૂરી આપી દીધી છે. એટલે કે તેના દાયરામાં આવતી જાતિઓની અલગ અલગ કેટેગરી બનાવી શકાશે. સિલેક્ટેડ કેટેગરીની જાતિઓને નિર્ધારિત મર્યાદાની અંદર વધુ અનામત મળશે. દાખલા તરીકે કોઈ રાજ્યમાં 150 જાતિઓ SC કેટેગરીમાં આવે છે, રાજ્ય સરકાર ઈચ્છે તો તેની અલગ અલગ કેટેગરી બનાવીને તેમને અનામતમાં વેઈટેજ આપી શકે છે.