નવી દિલ્હી: ભારતમાં બે વેક્સીનને મંજૂરી આપ્યા બાદ તેના પર રાજકીય વિવાદ વધી ગયો છે. આ વચ્ચે ભારત બાયોટેકના એમડી કૃષ્ણા એલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કેટલાક લોકો દ્વારા વેક્સીન પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે, હું તે સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે મારા પરિવારનો કોઈ પણ સભ્ય કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. તેથી તેના પર રાજકારણ ન થવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના વેક્સીન લેવાનો ઇનકાર કરી રહ્યા છે ફ્રન્ટ લાઇન વર્કર્સ, સામે આવ્યા ચોંકાવનારા આંકડા


એમડી કૃષ્ણા એલાએ કહ્યું કે અમે માત્ર ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ નહીં કરી રહ્યાં. અમે બ્રિટન સહિત 12થી વધુ દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કર્યું છે. અમે પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં પણ ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યાં છીએ. તમને જણાવી દઇએ કે, ભારત બાયોટેકની કોવેક્સીનને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. તેના પર વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, આ મંજૂરી ઉતાવળમાં આપવામાં આવી છે.


આ પણ વાંચો:- Farmers Protest: ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક ફરી નિષ્ફળ, 8 જાન્યુઆરીએ થશે ફરી એકવાર બેઠક


વેક્સીન બનાવવાનો સારો અનુભવ છે
કૃષ્ણા એલાએ ટીકાકારો પર નિશાન સાધતા કહ્યું કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) 2019 દ્વારા નક્કી કરાયેલ શરતોના આધારે મંજૂરી આપવામાં આવી છે. અમે એવી કંપની નથી કે જેમાં રસી બનાવવાનો કોઈ અનુભવ નથી. અમને રસી બનાવવાનો ઘણો અનુભવ છે. અમે 123 દેશો માટે કામ કરી રહ્યા છીએ. આ પ્રકારનો અનુભવ રાખનાર અમારી એકમાત્ર કંપની છે.


એલાએ કહ્યું કે ઘણા લોકો કહી રહ્યા છે કે અમારા ડેટામાં પારદર્શિતા નથી. આવા લોકોને સંયમ રાખવો જોઈએ અને ઇન્ટરનેટ પર ડેટાના સંબંધમાં પ્રકાશિત લેખો વાંચવા જોઈએ. અત્યાર સુધીમાં 70થી વધુ આર્ટિકલ આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થયા છે.


આ પણ વાંચો:- બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી


USમાં પણ નથી આ સુવિધા
ડો. કૃષ્ણા એલાએ કહ્યું કે આ ગર્વની વાત છે કે આખી દુનિયામાં આપણી પાસે ફક્ત BSL-3 પ્રોડક્શન સુવિધા છે. USમાં પણ આ સુવિધા નથી. અમે અહીં વિશ્વમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સીમાં મદદ કરવા માટે છીએ, પછી ભલે તે ગમે તે હોય. ત્રીજા તબક્કાના ટ્રાયલ પર તેમણે કહ્યું કે તે આગામી બે-ત્રણ દિવસમાં સમાપ્ત થઈ જશે અને ડેટા ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં મળી જશે.


આ પણ વાંચો:- Gold Price Today: 2021માં ગોલ્ડ તોડશે તમામ રેકોર્ડ, જાણો કેટલે પહોંચી શકે છે ભાવ


તેમણે વધુમાં કહ્યું કે, મર્કના ઇબોલા વેક્સીને ક્યારે પણ હ્યૂમન ક્લીનિકલ ટ્રાયરને પૂર્ણ કરી નથી, પરંતુ ડબ્લ્યૂએચઓએ લાઈબેરિયા અને ગિની માટે ઇમરજન્સી પ્રયોગ કરવાની મંજૂરી આપી છે. કૃષ્ણા એલાએ કહ્યું છે કે, હજી અમારી પેસા 20 કરોડ ડોઝ છે. અમે ચાર સેન્ટરમાં 7 કરોડ ડોઝ ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યાં છીએ. તેમાં ત્રણ હૈદરાબાદમાં અને એક બેંગલુરૂમાં સેન્ટર છે. શરૂઆતમાં વેક્સીનની કિંમત થોડી ઓછી હોય શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube