Farmers Protest: ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક ફરી નિષ્ફળ, 8 જાન્યુઆરીએ થશે ફરી એકવાર બેઠક

કૃષિ કાયદાના મામલે સરકાર અને કિસાનો વચ્ચે ચર્ચાનો દોર પૂર્ણ થયો છે. આ વખતે પણ ચર્ચામાં નિષ્ફળ રહી છે. કિસાન કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ રહ્યાં છે. પરંતુ સરકાર સંશોધન સુધી જ જઈ રહી છે. હવે બંને પક્ષો વચ્ચે 8 જાન્યુઆરીના ફરી એકવાર ચર્ચા થશે

Farmers Protest: ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક ફરી નિષ્ફળ, 8 જાન્યુઆરીએ થશે ફરી એકવાર બેઠક

નવી દિલ્હી: કૃષિ કાયદાના મામલે સરકાર અને કિસાનો વચ્ચે ચર્ચાનો દોર પૂર્ણ થયો છે. આ વખતે પણ ચર્ચામાં નિષ્ફળ રહી છે. કિસાન કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ રહ્યાં છે. પરંતુ સરકાર સંશોધન સુધી જ જઈ રહી છે. હવે બંને પક્ષો વચ્ચે 8 જાન્યુઆરીના ફરી એકવાર ચર્ચા થશે.

કાયદો પરત નહીં ખેંચાય તો ઘરે પાછા ફરીશું નહીં- રાકેશ ટિકેત
સરકારના મંત્રીઓ સાથે ચર્ચા બાદ કિસાન નેતા રાકેશ ટિકેતે કહ્યું કે, 8 જાન્યુઆરી 2021ના સરકાર સાથે ફરીથી બેઠક થશે. તેમણે કહ્યું કે, ત્રણ કાયદાને પરત લેવા પર અને MSPના મુદ્દા પર 8 તારીખે ફરીથી ચર્ચા થશે. તેમણે કહ્યું કે, અમે સરકારને જણાવી દીધું છે કે, કાયદો પરત નહીં ખેંચાય તો ઘરે પાછા ફરીશું નહીં.

7માં દોરની મિટિગ પૂર્ણ , ન આવ્યું કોઈ પરિણામ
નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં કિસાન સંગઠનો અને સરકારના મંત્રીઓ વચ્ચે થયેલી ચર્ચા આજે પણ નિષ્ફળ રહી છે. આજે બંને પક્ષોની વચ્ચે 7માં દોરની મિટિગ હતી. આજની બેઠકમાં કિસાન માત્ર કાયદો પરત લેવાની માંગ પર અડગ છે. સરકારના મંત્રીઓએ કહ્યું કે, તેઓ ફરી એકવારથી કિસાન સંગઠનો સાથે વાત કરશે. બંને પક્ષોની વચ્ચે આગામી બેઠક 8 જાન્યુઆરીએ યોજાશે.

લંચ બ્રેક બાદ ચર્ચા ફરી શરૂ
લંચ બ્રેક બાદ કિસાન સંગઠનોની સાથે સરકારના મંત્રીઓની ચર્ચા ફરી શરૂ થઈ ગઇ છે. આજે બંને પક્ષોની વચ્ચે સાતમી વખત ચર્ચા થઈ રહી છે. આ પહેલા સરકારે ખેડૂતોની માંગ પર વિચાર કરતા ત્રણ કાયદામાં સંશોધન માટે સંયુક્ત કમિટિ રચના પર તૈયાર થઈ હતી. પરંતુ કિસાનોએ સરકારના આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો. હવે બંને પક્ષોની વચ્ચે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સંયુક્ત કમિટિ બનાવવા તૈયાર સરકાર, સંતુષ્ટ નથી ખેડૂતો
ખેડૂતો અને સરકારની વચ્ચે ચર્ચાના તાજા સમાચાર છે કે, કિસાન સંગઠનોના MSP પર લેખિત આશ્વાસન અને ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર સરકારે કહ્યું એક સંયુક્ત કમિટિ બનાવીએ છીએ, તે નક્કી કરશે કે ત્રણ કાયદામાં શું શું સંશોધન કરવું જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના આ પ્રસ્તાવને કિસાન સંગઠનોએ નકારી કાઢ્યો છે.

આજે અમે તમારી સાથે ભોજન નહીં કરીએ-કિસાન
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કિસાન સંગઠનોના પ્રતિનિધિઓએ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય ઉદ્યોગ તેમજ વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશને કહ્યું કે આજે અમે તમારી સાથે ભોજન નહીં કરીએ. તમે તમારું ભોજન કરો અને અમે અમારૂ ભોજન કરીશું.

બેઠકના પહેલા જ દોરમાં કિસાન સંગઠનોએ કહ્યું કે તમે અમને જણાવો કે ત્રણ કાયદાને પરત લેશો કે નહીં. તેના પર નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, અમે ત્રણ કાયદામાં સંશોધન કરવા માટે તૈયાર છીએ. આ ચર્ચા વચ્ચે લંચ બ્રેક લેવામાં આવ્યો.

વિજ્ઞાન ભવનમાં લંગર લગાવી રહ્યા છે કિસાન
કિસાન નેતા રાકેશ ટિકેતે કહ્યું છે કે, હજુ કિસાન લંગરથી મંગાવવામાં આવેલું ભોજન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, સરકાર કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહી છે. જ્યારે કિસાન કાયદો પરત લેવાની માંગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, હજુ ત્રણ કાયદાને લઇને વિરોધ પથાવત છે.

લંચ બ્રેક માટે રોકાઈ ચર્ચા
સરકાર અને કિસાન વચ્ચે ચાલી રહેલી ચર્ચા લંચ બ્રેક માટે થોડા સમય માટે રોકવામાં આવી છે. અત્યાર સુધી કૃષિ કાયદાને દૂર કરવાના એજન્ડા પર કોઈ પ્રગતિ જોવા મળી રહી નથી.

MPS પર શું માનશે સરકાર?
સરકાર અને કિસાનો વચ્ચે બેઠકમાં એમએસપીને લઇને ચર્ચા થઈ રહી છે. એમએસપી પર ગેરેન્ટી કેવી રીતે આપવી અને કઈ રીતે આ કાયદાનો ભાગ બનાવવામાં આવે, તેના પર ચર્ચા ચાલુ છે. એમએસપી પર ગેરેન્ટી કિસાનોની મહત્વની માંગમાંથી એક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news