નવી દિલ્હી: પોતાના નિવેદનો માટે જાણીતા બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડે (Gupteshwar Pandey)એ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ (VRS) લઈ લીધી છે. 1987 બેચના IPS અધિકારી ગુપ્તેશ્વર પાંડેએ આ અગાઉ વીઆરએસ માટે અરજી કરી હતી જેને સરકારે મંજૂર કરી લીધી. બિહારના ગૃહ વિભાગ (આરક્ષી શાખા)એ આ અંગે નોટિફિકેશ બહાર પાડ્યું. ગુપ્તેશ્વર પાંડેને ગત વર્ષે બિહાર પોલીસના ડીજીપી બનાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરહદે તણાવનો આવશે અંત?, ભારત અને ચીન આ મહત્વના મુદ્દે થયા સહમત


ગુપ્તેશ્વર પાંડે આગામી વર્ષ ફેબ્રુઆરીમાં સેવાનિવૃત્ત થવાના હતાં. ગૃહ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ 22 સપ્ટેમ્બર 2020ના રોજ બપોરથી તેમને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ આપવામાં આવી છે. તેમણે મંગળવારે જ આ અંગે અરજી કરી હતી. ગુપ્તેશ્વર પાંડેએ વીઆરએસ લીધા બાદ હવે તેમની જગ્યાએ એસ કે સિંઘલ (SK Singhal)ને બિહારના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. 


Sushant Singh Rajput એ 11 જૂને વીડિયો કોલ પર વ્યક્ત કર્યો હતો ડર, જાણો સમગ્ર વાતચીત


આ બાજુ ગુપ્તેશ્વર પાંડે વિધાનસભા ચૂંટણી લડે તેવી પણ અટકળો થઈ રહી છે. જો કે હજુ સુધી પાંડે આ અંગે કોઈ જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેતા અને પટણાના રહીશ સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મોત મામલે પાંડે દેશભરમાં પોતાના નિવેદનને લઈને ખુબ ચર્ચામાં રહ્યા હતાં. ત્યારથી એવી અટકળો થઈ રહી હતી કે પાંડે બિહારમાં વિધાનસભા ચૂંટણી લડશે. 


આ ટોચની અભિનેત્રીએ સુશાંત સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી હતી, કારણ જાણી નવાઈ લાગશે


અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ પોતાના ગૃહ જિલ્લા બક્સરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. બે દિવસ પહેલા જ પાંડેએ બક્સરની મુલાકાત લીધી હતી. તેઓ ત્યાંના જનતા દળ યુનાઈટેડ જિલ્લા અધ્યક્ષને મળ્યા હતાં. જો કે તેમણે પોતાના ચિરપરિચિત અંદાજમાં ચૂંટણી અને રાજકારણમાં સામેલ થવાના અહેવાલોને માત્ર અફવા ગણાવ્યા હતાં. 
(ઈનપુટ-IANS)


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube