આ ટોચની અભિનેત્રીએ સુશાંત સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી હતી, કારણ જાણી નવાઈ લાગશે

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે ફિલ્મ 'હંસી તો ફંસી' માટે અમને અભિનેતાની શોધ હતી. આ  પ્રોજેક્ટનેલઈને પરિણીતી ચોપડા પાસે પહોંચ્યો. આ દરમિયાન પરિણીતીએ કહ્યું કે તે કોઈ ટીવી એક્ટર સાથે કામ કરવા માંગતી નથી.

Updated By: Sep 21, 2020, 07:49 AM IST
આ ટોચની અભિનેત્રીએ સુશાંત સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી હતી, કારણ જાણી નવાઈ લાગશે

નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ બાદ બોલિવુડમાં શરૂ થયેલો હંગામો શાંત થવાનું નામ લેતો નથી. રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના મોત બાદ બોલિવુડ (Bollywood) ના સિતારાઓ વિરુદ્ધ જાણે મોરચો ખોલી નાખ્યો છે. ત્યારબાદ બોલિવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે (Anurag Kashyap) પણ કંગના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ. કંગનાની જેમ અનુરાગ કશ્યપ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના દુશ્મનોની બોલતી બંધ કરે છે. 

EXCLUSIVE: સુશાંત કેસમાં મળ્યો સોલિડ પુરાવો, સારા-રકુલ બાદ અન્ય એક મોટી અભિનેત્રી પણ NCB ના રડાર પર

આ બધા વચ્ચે હિન્દુસ્તાન ટાઈમ્સને અનુરાગે આપેલો એક ઈન્ટરવ્યુ હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરે છે. આ ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો હતો કે એવું તે કયું કારણ હતું કે 'હંસી તો ફંસી' ફિલ્મમાં તેઓ સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી શક્યા નહીં. 

Parineeti Chopra's brother has no Bollywood dreams | People News | Zee News

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે ફિલ્મ 'હંસી તો ફંસી' માટે અમને અભિનેતાની શોધ હતી. આ  પ્રોજેક્ટનેલઈને પરિણીતી ચોપડા (Parineeti Chopra)  પાસે પહોંચ્યો. આ દરમિયાન પરિણીતીએ કહ્યું કે તે કોઈ ટીવી એક્ટર સાથે કામ કરવા માંગતી નથી. આ વાત સાંભળીને મે પરિણીતીને જણાવ્યું કે તે માત્ર એક ટીવી સ્ટાર નથી. તે ટીવી ઉપરાંત 'એમએસ ધોની' અને 'કાય પો' છે જેવી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યો છે. 

અનુરાગે આગળ  કહ્યું કે પરિણીતી ચોપડાએ મને ના પાડી દીધી પરંતુ તે પહેલેથી જ ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'માં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી રહી હતી. બાદમાં ફોન કરીને સુશાંત સિંહ રાજપૂતને સમજાવવામાં આવ્યું હતું કે તે 'હંસી તો ફંસી' ફિલ્મમાં કામ કરવાની ના પાડી દે. બધાને લાગતુ હતું કે યશરાજ ફિલ્મ્સમાં કામ કરવું સુશાંત સિંહ રાજપૂત માટે સારી વાત હતી. કોઈ પણ એ વાતનો વિરોધ  કર્યો નહીં. મજેદાર વાત એ છે કે 'શુદ્ધ દેસી રોમાન્સ'માં પરિણીતીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું પરંતુ મારી ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. 

Parineeti Chopra to romance Sushant Singh Rajput in upcoming flick? |  Movies News | Zee News

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ અનુરાગ  કશ્યપ પર એવા આરોપ લાગ્યા હતાં કે તેઓ સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરવા માંગતા નથી. આ બાજુ અનુરાગ કશ્યપ હવે પાછા પોતે જ એક નવા વિવાદમાં સપડાયા છે. અભિનેત્રી પાયલ ઘોષે તેમના પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube