નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result) માં NDAની ભવ્ય જીત અને તેમા પણ ભાજપે (BJP) જે જબરદસ્ત પ્રદર્શન કર્યું તેનાથી કાર્યકરોમાં ખુશીની લહેર છે. બુધવારે ભાજપના હેડક્વાર્ટરમાં મતદારોનો આભાર માનવા માટે ધન્યવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કર્યું. ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભારતમાતા કી જયના નારાથી કરી હતી. આ વખતે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એક ખાસ વાત કરી અને તે હતી સાઈલેન્ટ વોટર્સની. એવા મતદારો જે ચૂપચાપ મતદાન મથકો પર આવીને ભાજપને મત આપીને વિજયી બનાવવામાં કારણભૂત બની રહ્યા છે. આ મતદારોનો એક સમૂહ છે દેશની નારીશક્તિ. દેશની મહિલાઓ-દીકરીઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ ઇશારામાં 'મિશન બંગાળ'નો કર્યો પ્રારંભ, કહ્યું- અમારા કાર્યકર્તાઓની હત્યાની રમત રમી લોકતંત્ર ન ચાલી શકે


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિભિન્ન રાજ્યોની પેટાચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધુ છે કે 21મી સદીમાં વિકાસ જ રાજનીતિનો આધાર હશે. આ સાથે જ તેમણે ભાજપને સતત મળી રહેલી જીતનો શ્રેય નારીશક્તિને આપ્યો અને તેમને ભાજપના 'સાઈલેન્ટ' મતદારોનો સૌથી મોટો સમૂહ ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે તેમની ગૂંજ ચૂંટણી પરિણામોમાં પણ સંભળાવવા લાગી છે. તેમણે કહ્યું કે ભાજપના શાસનકાળમાં મહિલા કેન્દ્રીત યોજનાઓના માધ્યમથી તેમનું સન્માન અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના કારણે આવું થયું છે. 


બિહાર તો સૌથી ખાસ, નીતીશ કુમારના નેતૃત્વમાં રાજ્યનો વિકાસ કરીશુંઃ પીએમ મોદી


પીએમ મોદીએ કહ્યું કે, 'હવે સાઈલેન્ટ વોટર્સની ગૂંજ સંભળાવવા લાગી છે. ભાજપ પાસે સાઈલેન્ટ વોટર્સનો એક એવો વર્ગ છે જે તેને વારંવાર મત આપે છે. સતત મત આપે છે. અને આ સાઈલેન્ટ વોટર્સ છે દેશની માતાઓ, મહિલાઓ, બહેનો અને દેશની નારીશક્તિ!' તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધી મહિલા મતદારો જ ભાજપનો સૌથી મોટો 'સાઈલેન્ટ વોટર્સ'નો સમૂહ બની ગયો છે. તેમણે કહ્યું કે આવું એટલા માટે છે કારણ કે ભાજપના શાસનમાં મહિલાઓને સન્માન મળે છે અને સુરક્ષા મળે છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube