PM મોદીએ ઇશારામાં 'મિશન બંગાળ'નો કર્યો પ્રારંભ, કહ્યું- અમારા કાર્યકર્તાઓની હત્યાની રમત રમી લોકતંત્ર ન ચાલી શકે

બિહારમાં જીતના જશ્ન વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ આગામી વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારીનો પાયો નાખ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ભાજપ મુખ્યાલયમાં એક કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા પશ્ચિમ બંગાળમાં હાલમાં થયેલી ભાજપ કાર્યકર્તાઓની હત્યાઓનો ઉલ્લેખ કર્યો.

PM મોદીએ ઇશારામાં 'મિશન બંગાળ'નો કર્યો પ્રારંભ, કહ્યું- અમારા કાર્યકર્તાઓની હત્યાની રમત રમી લોકતંત્ર ન ચાલી શકે

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતની જીત બાદ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલય પહોંચીને પાર્ટી કાર્યકર્તાઓના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે, બિહારમાં જીત કાર્યકર્તાઓના કઠિન પરિશ્રમનું પરિણામ છે. પરંતુ પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારીનો પાયો પણ નાખી દીધો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા પશ્ચિમ બંગાળમાં હાલમાં થયેલી ભાજપ કાર્યકર્તાઓની હત્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. કોઈનું નામ લીધા વગર તેમણે કહ્યું, 'જે લોકો લોકતાંત્રિક રીતે અમારો મુકાબલો કરી રહ્યા નથી, તેવા કેટલાક લોકોએ અમારી પાર્ટીના કાર્યકર્તાઓની હત્યા કરવાનો રસ્તો અપનાવ્યો છે.'

— ANI (@ANI) November 11, 2020

પશ્ચિમ બંગાળનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ, 'દેશના કેટલાક ભાગમાં એવા લોકોને લાગે છે કે ભાજપના કાર્યકર્તાઓને મોતની ઘાટ ઉતારીને તે પોતાના ઈરાદા પાર કરી લેશે. હું તે બધાને આગ્રહપૂર્વક વિનંતી કરુ છું કે હું ચેતાવણી આપતો નથી, તે જનતા કરશે. ચૂંટણી આવે જાય છે, ક્યારેક આ બેસસે ક્યારેક તે પરંતુ મોતની રમત રમીને લોકતંત્ર ચાલતુ નથી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news