લખનૌ: ઉત્તર પ્રદેશમાં જે ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવાની માગણી કરી છે. લખનૌમાં હાલત ચિંતાજનક છે. ભાજપના સાંસદ કૌશલ કિશોરે ટ્વીટ કરીને ચૂંટણી પંચને અપીલ કરી છે કે લખનઉમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ છે. લખનઉમાં હજારો પરિવાર કોરોનાની ઝપેટમાં ખરાબ રીતે બરબાદ થઈ રહ્યા છે. સ્મશાન ઘાટો પર લાશોના ઢગલા લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે લખ્યું કે હાલ ચૂંટણી જરૂરી નથી, લોકોના જીવ બચાવવા જરૂરી છે. આથી ચૂંટણી પંચે તત્કાળ ધ્યાનમાં લઈને લખનૌમાં પંચાયત ચૂંટણીને નિર્ધારિત તિથિથી એક મહિનો આગળ વધારવી જોઈએ. કૌશલ કિશોર લખનૌના મોહનલાલ ગંજ બેઠકથી ભાજપના સાંસદ છે. તેઓ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેમણે પોતાની ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સીએમઓ ઓફિસને પણ ટેગ કર્યા છે. 


Corona Update: દેશમાં કોરોનાની સુનામીથી તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ, 1027ના મોત


UP: હાઈકોર્ટે યોગી સરકારને લગાવી 'ફટકાર', કહ્યું- 3 અઠવાડિયાનું લોકડાઉન લગાવવા પર વિચાર કરો


Lockdown માં નોકરી ગઈ તો પતિ બની ગયો જિગોલો!, લેપટોપમાં નગ્ન PHOTOS જોતા પત્નીએ લીધુ આ પગલું


Scientists એ તૈયાર કરી અનોખી Microchip, જાણો કોરોનાને હરાવવામાં કેવી રીતે કરશે મદદ


Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube